જામનગરમાં સતત બીજા દિવસે ટ્રક હડતાલઃ બુકિંગ બંધ થતાં વેપારીઆેને હાલાકી

October 10, 2017 at 11:31 am


જામનગરમાં સતત બીજા દિવસે ટ્રક હડતાલ ચાલુ રહેતા વેપારીઆેને ભારે મુશ્કેલીઆેનો સામનો કરવો પડયો છે, આેલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કાેંગ્રેસ યુનિયનના આદેશ મુજબ આ હડતાલ પાડવામાં આવી છે ત્યારે ડબલ ટેકસ, ઇ-વે બીલ, જીએસટી, ડીઝલ અને આરટીઆેના પ્રñને આ હડતાલ પાડવામાં આવી છે ત્યારે ટ્રાન્સપોર્ટરોએ બીજા દિવસે પણ બુકીગ બંધ રાખીને વિરોધ નાેંધાવ્યો હતો. જામનગરમાં પણ આ હડતાલ પાડવામાં આવી હતી તેની અસર ધંધા, રોજગાર પર પડી હતી, ગઇકાલે ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ ધીરુભાઇ શાહે જણાવ્યુ હતું કે બે દિવસની હડતાલ રહેશે, ટ્રાન્સપોર્ટરોને વીના કારણે જીએસટીમાં સામેલ કરવા અને તેઆેને પાંચ વર્ષ સુધી વેપારીઆેના બીલ સાંચવવા, રસીદ બુક, મેમો બુક સાંચવવાની અને જો તેમા ભુલ થાય તો ફોજદારી ગુન્હો દાખલ કરીને દંડનીય સજાની વાત પણ કરવામાં આવી છે જેની સામે વેપારીઆેનો ઉગ્ર વિરોધ છે. આ ઉપરાંત ઠેક ઠેકાણે આરટીઆેની પણ વધુ કનડગત થાય છે, રસ્તામાં મેમા પકડાવી દેવામાં આવે છે, અગાઉ પાસીગ કરવા માટેની ફી રૂા. 500 હતી તે હવે રૂા. 1500 કરી નાંખવામાં આવી છે. આ ઉપરાંત ટ્રક ઉપર જુની રેડીયમ ટેપ લગાડી હોય તો તેના દસ્તાવેજો માંગવામાં આવે છે અને નવી લગાવવાનો આદેશ કરવામાં આવે છે જેનો ખર્ચ રૂા. 11 હજાર થાય છે, ડીઝલના ભાવ આસમાને પહાેંચ્યા છે ત્યારે વેપારીઆેને ખુબ જ મુશ્કેલી પડે છે, ટોલ નાકા ઉપર લાંબી લાંબી લાઇનોનો સામનો કરવો પડે છે, જીએસટી બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ ઘટી ગયો છે, એકી સાથે વર્ષનો ટેકસ વસુલી લેવા પણ માંગણી કરી છે. જામનગરથી મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજયમાં વેપારીઆે માલસામાન મોકલે છે અને આ બે દિવસની હડતાલને કારણે માલની અવર જવર પર માઠી અસર થઇ છે, જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લાના ટ્રકોના પૈડા બંધ થઇ ગયા છે. આમ આ ટ્રક હડતાલને કારણે વેપારીઆેને દિવાળી ટાંકણે ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. આજે સતત બીજા દિવસે પણ ટ્રક હડતાલ ચાલુ રહી હતી.

print

Comments

comments

VOTING POLL