જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણાનો પ્રારંભઃ 78-જામનગર બેઠકમાં 6697 મતદારો વધ્યા

September 8, 2018 at 1:17 pm


ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આગામી દિવસોમાં જામનગર જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્éાે છે, તા. 1 થી 1પ આેકટોબર દરમ્યાન આ કાર્યવાહી થઇ શકશે, ગયા વખત કરતા જામનગર જિલ્લાની કુલ પાંચ બેઠકો પર 2869ર મતદારો વધ્યા છે, આ વખતે નવા સોફટવેરવાળા ઇવીએમ આવશેઃ ઉપરાંત ઇવીએમની સંખ્યામાં પણ થાેડો વધારો કરવામાં આવ્યો છે, જામનગર જિલ્લામાં હવે કુલ 1080840 મતદારો થયા છે અને ગઇકાલ સુધીમાં 16607 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, ખાસ કરીને જામનગર-78 ની બેઠક પર 3064 પુરૂષ, 3633 ંી મતદારો નાેંધાયા છે, ચૂંટણીને અનુલક્ષીને દોઢ મહિના સુધી મતદારો નામ, ફોટોમાં ફેરફાર કરી શકશે તેમજ તા. 1/1/19 સુધીમાં જેમના 18 વર્ષ થયા તેવા નવા યુવા મતદારો પણ નામ નાેંધાવી શકશે, તેમ જિલ્લા કલેકટર રવિશંકર અને નાયબ ચૂંટણી અધિકારી મીતાબેન જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેમને કહ્યું હતું કે, 76-કાલાવડમાં 216895, 77-જામનગર ગ્રામ્યમાં 226313, 78-જામનગર ઉત્તરમાં 221100, 79-જામનગર દક્ષિણમાં 208210, 80-જામજોધપુરમાં 208322, કુલ 1080840 મતદારો નાેંધાયા છે, જેમાં પ6144ર પુરૂષ અને 519391 ંી મતદારો અને અન્ય જાતિના 7 મતદારો નાેંધાયા છે.

આ આવનારી ચૂંટણી માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ગયા વખત કરતા કાલાવડમાં 4806, જામનગર ગ્રામ્યમાં પ9પ1, 78 જામનગરમાં 6697, 79-જામનગર દક્ષિણમાં પ411, 80-જામજોધપુરમાં 5827 નવા મતદાર નાેંધાયા છે, મતદારોએ જે જગ્યાએ મતદાન આપતા હોય ત્યાં તા. 16/9, તા. 30/9 અને તા. 14/10 દરમ્યાન, ફોર્મ નં. 6, 7, 8 ભરી શકશે, બાકી રહેલા નાગરિકો માટે ફોર્મ નં. 6, નામ કમી કરાવવાના વાંધા ઉઠાવવા ફોર્મ નં. 7, ફોટો ચકાસણી કે અન્ય સુધારા કરવા ફોર્મ નં. 8 અને સરનામામાં ફેરફાર કરવા માટે ફોર્મ નં. 8-ક ભરવામાં આવશે, કર્મચારીઆે તમામ ઘેર આવીને માહિતી માંગશે, તમામ મતદાન મથકોએ સવારે 10 થી પ નામમાં ફેરફાર કરી શકાશે, એક વખત આેળખકાર્ડ ઇસ્યુ થઇ ગયું હોય તો નવું આેળખકાર્ડ કઢાવવા માટે ફી રૂા. 30 ભરી મામલતદાર કચેરી, કલેકટર કચેરીના નિયત કેન્દ્રાે પરથી આ કાર્ડ મળી શકશે, ચૂંટણી શાખામાં રોકાયેલા કર્મચારીઆે બીજી અન્ય કોઇ કામગીરી આપવામાં આવશે. ગામડાઆેમાં તા. 10/9/18 થી 1પ/9/18 દરમ્યાન કોઇ એક દિવસે તેમજ તા. ર4 થી ર9 દરમ્યાન ગ્રામસભા અને શહેર કક્ષાએ વોર્ડ સભાઆે કરવામાં આવશે, આ પત્રકાર પરિષદમાં ચેતન ઉપાધ્યાય, અનિરૂધ્ધસિંહ સહિતના અધિકારીઆે હાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL