જામનગર જિલ્લામાં વાવણી પર કાચું સોનું વરસ્યું: 3.21 લાખ હેકટરમાં વાવેતર

July 17, 2017 at 2:08 pm


જામનગર જિલ્લામાં છેલ્લા 3-3 દિવસથી મેઘરાજાએ અપરંમપાર વરસાદ વરસાવ્éાે છે, પરંતુ બીજી તરફ તા. 14 સુધીમાં 3,ર1,727 લાખ હેકટરમાં મગફળી અને કપાસનું વાવેતર થઇ ચૂક્યું છે અને આ બન્ને પાકો પર આ વરસાદ આશ}વાદ સમાન છે, હજુ પણ 10 દિવસ સુધી આ પાકને કોઇ વાંધો આવે તેમ નથી, જામનગર જિલ્લામાં મગફળીનો પાક કઠણ પાક ગણાય છે અને આ વર્ષે સમયસરના વરસાદથી મબલખ પાક થવાની શકયતા છે, કેટલીક નદી પાસે આવેલ ખેતરોનો પાક ધોવાયો છે, પરંતુ 8પ ટકા ખેતરોમાં પાકનું ચિત્ર ખૂબ જ સુધરી ગયું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જે.બી. માથાસોલીયા એ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. તાલુકાવાઇસ મગફળીની વાત લઇએ તો જામનગર ર6017, ધ્રાેલ 106પ0, જોડિયા 9676, કાલાવડ 36387, જામજોધપુર ર0749, લાલપુર ર6339 થઇ કુલ 1ર9818 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે કપાસમાં જામનગરમાં 36990, ધ્રાેલ 27050, જોડિયા ર0113, કાલાવડ 3ર80પ, જામજોધપુર ર3779, લાલપુર રપ844 થઇ કુલ 166પ81 હેકટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત બાજરી ર4ર, તુવેર 164પ, મગ 1973, અડદ 1934, તલ ર600, દીવેલા 1308, બિનપિયત કપાસ 3ર70, ગુવાર પ, શાકભાજી રપપ4, ઘાસચારો 9792 સહિત કુલ 3ર17ર7 હેકટર જમીનમાં વાવેતર થયું છે, મગફળી અને કપાસ પર હાલમાં જે વરસાદ થયો છે, તે ખૂબ જ ફાયદાકારક છે તેમ અંતમાં જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL