જામનગર જિલ્લા બાલ સુરક્ષા એકમમાં માનસિક રીતે બીમાર બાળકનું પરીવાર સાથે કરાવતું પુનઃ મિલન

August 24, 2018 at 11:15 am


બાળ સરક્ષણ ગૃહ (સરકારી) માં તા.૧૭/૦૮/૨૦૧૮ના રોજ એક બાળક ઉમર ૧૪ વર્ષ (અંદાજીત) રેલ્વે પોલીસ દ્વારા મૂકી જવામાં આવેલ.જે બાળક તેઓને ભાણવડથી મળી આવેલ હતું. જે બાળકને બાળ કલ્યાણ સમિતિ નો આદેશ મેળવી ને સંસ્થામાં રાખવામાં આવેલ હતું. પ્રથમ નજરે જ માલુમ પડતું હતું કે બાળક માનસિક અસ્થિર છે. આ બાળકને જી.જી. હોસ્પિટલમાં લઇ જઈને તેની તપાસ કરવતા પુષ્ટી મળી કે બાળક માનસિક રીતે બીમાર છે. બાળક ને બાળ સંરક્ષણ ગૃહ (સરકારી)ના કર્મચારી શ્રી હિતેશભાઈ બગડા દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરીને માહિતી લેવા માટે પ્રયત્ન કરવામાં આવેલ હતો. બાળકે સતત બે દિવસના પ્રયત્નો પછી થોડીક માહિતી આપી કે તે ક્યાં રહે છે, તેના વાલીનું નામ શું છે. આ માહિતીમાં પણ અડધા થી વધુ માહિતી ખોટી હતી. જીલ્લા બાળ સુરક્ષા એકમ – જામનગર ના કર્મચારી શ્રીએ.આર.ટાટમિયા તે માહિતી અન્વયે તપાસ કરતા તે બાળકના પરીવારના સદસ્યો વિશે માહિતી મળેલ હતી. વધુ વિગતે તપાસ કરતા માલુમ પડેલ કે બાળકના માતા – પિતા દ્વારકા પાસે આવેલ રૂપેણ બંદર પર ઝુપડામાં રહે છે.આ બાળક એક મહિનાથી ગુમ હતું. માતા-પિતા દ્વારા આ બાબતે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ બાળક મળતું ના હતું.વાલી માનશીકરીતે થાકી ગયેલ હતા એવા સમયે તેઓનો પતો લગાવીને ગણતરીની કલાકોમાં બાળકને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવેલ. તા. ૨૧/૦૮/૨૦૧૮ના રોજ બાળ સંભાળ ગૃહ (સરકારી) પર બાળકના માતા – પિતા અને પરીવારના સદસ્યોને દ્વારા રજુ કરેલ પુરાવાઓની ખરાઈ બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવેલ અને મુક્તિનો આદેશ કરવામાં આવેલ. બાળકને પરીવાર માં પુનઃસ્થાપિત કરાવવામાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, અધિક્ષકશ્રી– બાળ સરક્ષણ ગૃહ (સરકારી)અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

print

Comments

comments

VOTING POLL