જામનગર જીલ્લા રાજપુત સમાજ દ્વારા 17માં સમુહ લગ્નોત્સવનું આયોજનઃ શંકરસિંહ વાઘેલાની હાજરી

February 17, 2017 at 2:15 pm


જામનગરમાં જીલ્લા રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતી દ્વારા 17માં સમુહ લગ્નોત્સવનું તા. 19-2-2017 ને રવિવારે બ્રુકબોન્ડ qક્રકેટ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે, સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માજી મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના કાેંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના ગુજરાતના વરિષ્ઠ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે. સમુહ લગ્નના મુખ્ય મહેમાન પદે માર્ગ મકાન મંત્રી જયદ્રથસિંહ પરમાર, 20 મુદા અમલીકરણ સમિતીના ગુજરાતના ચેરમેન આઇ.કે.જાડેજા, ભાજપના પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે. આ તકે જામનગર જીલ્લા રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતી ભોજન સમારંભના પ્રતી વર્ષના દાતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા નું સમાજ ભામાશા રત્ન એવોર્ડથી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

આ સમુહ લગ્નોત્સવમાં 47 યુગલો પ્રભુતમાં પગલા માંડશે, સવારે 7 વાગ્યે પંચવટી કોર્નરથી ફºલેકુ, 8 વાગ્યે લગ્ન મંડપ આગમન, 9 વાગ્યે હસ્ત મેળાપ, 10 વાગ્યે સત્કાર સમારંભ અને 11 વાગ્યે ભોજન સમારંભ તેમજ રાજપુત સમાજના સમુહ ભોજનનુ પણ આયોજન કરાયુ છે તો સર્વે રાજપુત સમાજના પરિવારોએ સહ પરિવાર ઉપસ્થિત રહેવુ રાજપુત સમાજના દરેક કાર્યક્રમમાં વી.ડી. જાડેજા અને વનરાજસિંહ જાડેજા દ્વારા વિના મુલ્યે બસની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ તકે સર્વે રાજપુત સમાજના ભાઇઆેને પરંપરાગત પહેરવેશ પાઘડી પહેરીને ઉપસ્થિત રહેવા અનુરોધ છે તેમજ સમુહ લગ્નોત્સવમાં તન મન ધનથી સહકાર આપનાર તમામ દાતાઆેને સમુહ લગ્ન સમિતી દ્વારા આભાર વ્યકત કરાયો છે, આ તકે જામનગર શહેર, જીલ્લાના તેમજ સૌરાષ્ટ અને ગુજરાતના ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે, સમુહ લગ્નને સફળ બનાવવા માટે જામનગર જીલ્લા રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતીના પ્રમુખ ભરતસિંહ કે. જાડેજા, મંત્રી પ્રવિણસિંહ કે. જાડેજા જહેમત ઉઠાવી રહયા છે.

print

Comments

comments

VOTING POLL