જામનગર નજીક ટ્રેકટરે ઠોકર મારતા બાઇકચાલકનું મોત

September 23, 2017 at 11:34 am


જામનગર નજીક ગઇકાલે ટ્રેકટરના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને હડફેટે લીધુ હતું આ અકસ્માતમાં વૃધ્ધનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. અકસ્માત સજીર્ને ટ્રેકટર ચાલક નાશી છુટયો હતો. લાલપુરના જશાપર ગામના વતની અને હાલ દરેડ ફેસ-3માં રહેતા ગોરધનભાઇ અરજણભાઇ નકુમ (ઉ.વ.50) પોતાનું મોટરસાયકલ નં. જીજે10જે-7290 લઇને ગઇકાલે જતા હતા ત્યારે જામનગર નજીક ટ્રેકટર નં. જીજે1એએન-3777 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કાવો મારી બાઇકને હડફેટે લીધુ હતું આ અકસ્માતમાં ટ્રેકટરનું વ્હીલ ફરી વળતા વૃધ્ધને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતું. આ અંગે જામનગરના દ્વારકેશ સોસાયટી-3 ખાતે રહેતા એલઆઇસી એજન્ટ રાજેશ મોહનભાઇ નકુમ દ્વારા પંચ-બી માં ટ્રેકટરના ચાલક વિરુધ્ધ ફરીયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL