જામનગર શહેરના 31થી વધુ બિલ્ડીગોના બંધ પાકંગ ખૂલ્લા કરાવવા એસ્ટેટ શાખા હથાેડો ઉગામશે

January 12, 2018 at 1:03 pm


જામનગર શહેરભરમાં છેલ્લા ઘણાં સમય થયા જાહેર માર્ગ પર ટ્રાફીકની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બની ગઇ છે, આ અંગે મહાનગરપાલિકાના તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય જામનગરના આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ અને સામાજિક કાર્યકર હર્ષદ જે. પાબારીએ મહાનગરપાલિકાના કમિશ્નર સહિત ઉચ્ચ કક્ષાએ લેખીતમાં ફરિયાદ કરી અને શહેરના જાહેર માર્ગો પરના બિલ્ડીગોના બંધ પાકંગ તાત્કાલીક અસરથી ખૂલ્લા કરવામાં નહી આવે તો તા. 15 મી જાન્યુઆરીના દિવસે મહાનગરપાલિકાના કમિશ્નર કાર્યાલયમાં આત્મ વિલોપનની ચીમકી આપતાં દોડધામ મચી જવા પામી છે, આગામી મંગળવારથી જ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પાર્કિંગો ખુલ્લા કરાવાશે તેમ જાણવા મળી રહી રહ્યું છે.

દરમ્યાનમાં તાત્કાલીક અસરથી કમિશ્નર આર.બી. બારડે જામનગર શહેરના જાહેર માર્ગો પરના તમામ બિલ્ડીગોના પાકંગના સર્વે કરવાના આદેશ આપેલ છે તેમજ જે બિલ્ડીગમાં પાકંગ બંધ હોય તેવા અથવા દબાણ કરી દેવામાં આવેલ હોય તે તમામ વિરુધ્ધ તાત્કાલીક અસરથી ખૂલ્લા કરાવવા કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જામનગર શહેરના આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ અને સામાજીક કાર્યકર હર્ષદ જે. પાબારીએ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખી જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં છેલ્લા ઘણાં સમય થયા ટ્રાફીકની સમસ્યા દિન-પ્રતિદિન વિકારાળ બની રહી હોય તેમ છતાં મહાનગરપાલિકા અને ટ્રાફીક પોલીસનું તંત્ર કરવા પાત્ર કોઇ કાર્યવાહી ન કરતું હોય શહેરના જાહેર માર્ગો પર વાહનચાલકો દ્વારા નછૂટકે આડેધડ રીતથી વાહનો પાર્ક કરાય છે, જેના લીધે શહેરની પ્રજા પારાવાર યાતનાનો ભોગ બની રહી છે.

ઉપરાંત લોકોને પડતી આ સમસ્યાનો સ્થાનિક તંત્ર કોઇ ઉકેલ ન લાવતું હોય શહેરના બહુમાળી બિલ્ડીગોના બંધ કરી દેવાયેલ પાકંગો દિવસ-15 માં ખુલ્લા નહી કરાવાય તો શહેરની પ્રજાને માટે કાયમી યાતના આપતી પાકંગ સમસ્યાને લીધે પડતી મુશ્કેલીઆે અંગે કમિશ્નર આર.બી. બારડને રુબરુ આર.ટી.આઇ. એક્ટીવીસ્ટે રજૂઆત કરી લોકોને પડતી મુશ્કેલી અંગે જાણ કરી હતી. આ ગંભીર મામલે મહાનગરપાલિકાના કમિશ્નરે તાત્કાલીક અસરથી ટાઉન પ્લાનીગ અધિકારી શૈલેષ જોશીને તપાસના આદેશ કરેલ હતા અને જે બિલ્ડીગોમાં પાકંગ બંધ હોય અથવા દબાણ કરી દેવામાં આવેલ હોય તેવા બિલ્ડીગધારકો વિરુધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરી પાકંગ ખુલ્લા કરાવવાનો હુકમ કરેલ છે.

જે અનુસંધાને ટાઉન પ્લાનીગ અધિકારી અને સીટી એન્જીનીયર શૈલેષ જોશી તેમજ આસી. ટાઉન પ્લાનીગ અધિકારી ઉર્મીલ દેસાઇએ સમગ્ર જામનગરના 165 બિલ્ડીગોના સર્વે હાથ ધરેલ હતો, જેમાં 31 જેટલા જાહેર માર્ગો પરના પાકંગ બંધ હોવાનું સામે આવ્યું છે, જે કોમશ}યલ બિલ્ડીગોમાં પાર્કિંગ વ્યવસ્થા છે તે તમામ 31 બિલ્ડીગના આસામીઆેને તાત્કાલીક અસથી નોટીસ ફટકારી પાકંગની જગ્યા દિવસ-3 માં ખુંી કરવા જણાવ્યું છે. આ કોમશ}યલ બિલ્ડીગના પાકંગો આસામીઆે ખુલ્લા નહી કરે તો તેમના વિરુધ્ધ તા. 16 ને મંગળવારથી એસ્ટેટ વિભાગ દ્વારા મોટા પાયે પાકંગની જગ્યા ખુંી કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું ટાઉન પ્લાનીગ વિભાગના સીટી એન્જીનીયર શૈલેષ જોશીએ જણાવ્યું છે, આમ જામનગરમાં હવે બંધ રહેલા પાકંગો ખુલ્લા થશે તો વાહનચાલકોને પણ વાહન પાર્ક કરવામાં આેછી મુશ્કેલી પડશે.

print

Comments

comments

VOTING POLL