જામનગર શહેરમાંથી વધુ ત્રણ બાઇકની ઉઠાંતરી

July 14, 2018 at 12:51 pm


જામનગર શહેરમાં વાહન તસ્કરોની રંજાડ યથાવત રહેવા પામી છે શહેરના એસટી પાસે, સુભાષ બ્રીજ અને ખોડીયાર કોલોની વિસ્તારમાંથી ત્રણ બાઇકની ચોરી થયાની ફરીયાદ નાેંધાવવામાં આવી છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શકિત સોસાયટી શેરી નં. 1માં રહેતા ભાવીનકુમાર ધીરજલાલ કવૈયાનું ડીલકસ મોટરસાયકલ નં. જીજે10એઇ-9708 ગત તા. 7ના સમય દરમ્યાન એસટી બસ સ્ટેન્ડ પાસે હોસ્પીટલ સામેની ગલીમાં પાર્ક કર્યુ હતું ત્યાંથી કોઇ અજાÎયો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો.

અન્ય બનાવમાં પટેલ કોલોની 7-એ ગુંજન એપાર્ટમેન્ટમંા રહેતા જીનેસ હસમુખરાય પટેલનું મોટરસાયકલ નં. જીજે10સીએસ-5720 ગત તા. 15-5-18ના રોજ સુભાષ બ્રીજ પાસે ફરસાણની દુકાન નજીક ફºટપાથ પર રાખ્યુ હતું જયાથી કોઇ અજાÎયો ઇસમ લઇ ગયાની ગઇકાલે ફરીયાદ કરવામાં આવી છે આ ઉપરાંત કાલાવડ નાકા બહાર બુરહાની સોસાયટી પાછળ રહેતા અબ્દુલ અલીભાઇ શબીરભાઇ મેડીવાલાનું એકટીવા નં. જીજે6બીકયુ-9897 આશરે બે મહીના પહેલા ખોડીયાર કોલોની વિસ્તારમાં સંતોષી માતાના મંદિરની બાજુમાં રાખ્યુ હતું. ત્યાંથી ચોરી થયુ હતું આ અંગે અજાÎયા શખ્સ સામે સીટી-સી માં ફરીયાદ કરવામાં આવી હતી.

અંબર ચોકડી પાસે મોબાઇલ તફડંચીની કોશિષ

જામનગરની અંબર ચોકડી પાસે મોબાઇલ ચોરવાની કોશિષ કર્યાની બે અજાÎયા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી હતી. જામનગરની મુરલીધર સોસાયટીમાં રહેતા ડેનીયલ આનંદરાવ ગવઇએ સીટી-બી માં બે અજાÎયા શખ્સ વિરુધ્ધ આઇપીસી કલમ 379, 511, 114 મુજબ એવી ફરીયાદ કરી હતી કે ગઇકાલે અંબર ચોકડી પાસે બે અજાÎયા શખ્સો મોબાઇલ લેવાની કોશિષ કરી નાશી છુટયા હતા.

print

Comments

comments

VOTING POLL