જામનગર શહેર જીલ્લામાં દેશી દારુ અંગે વ્યાપક દરોડા

March 13, 2018 at 1:12 pm


જામનગર શહેર-જીલ્લામાં બે દિવસ પુર્વે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જામનગરના અંબર છત્રી પાસે રૂક્ષ્મણી દિપક કોળીને ત્યાંથી ચાર લીટર દેશી દારૂ, બેડેશ્વરમાં હુસેનાબેન મહેમુદ મોવરને ત્યાંથી સાત લીટર દેશી દારૂ, ખડખડનગરમાં વિક્રમસિંહ ગુમાનસિંહ જાડેજાના મકાનમાંથી 20 લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો જયારે ગાંધીનગરનો સુખદેવસિંહ ભનુભા ચુડાસમા નાશી છુટયો હતો, એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા દાઉદ જુસબ મંગવાણાના ઝુપડામાંથી 2 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, નીલકમલ સોસાયટી પાછળ બાવરીવાસમાં રાજેશ ગોપાલ પરમારના કબ્જામાંથી ચાર લીટર દેશી દારૂ, ખારવા ચકલામાં સુરેશ ઉર્ફે ભોલા પ્રેમજી સોલંકીને ત્યાંથી પાંચ લીટર દેશી દારૂ, ભોઇવાડાના રાયણફળીમાં રહેતા શાંતીલાલ રામજી જેઠવાને ત્યાંથી ત્રણ લીટર દેશી દારૂ, ટીબાફળીમાં રાકેશ રાજેશ ચુડાસમાને ત્યાંથી છ લીટર દેશી દારૂ, ધર્મેશ પ્રકાશ રાઠોડને ચાર લીટર દેશી દારૂ, હનુમાન ટેકરીમાં રાજેશ ઉર્ફે બાડો રામજી દામાને ત્યાંથી આઠ લીટર દેશી દારૂ, અંબર છત્રી બાવરીવાસમાં ભગવતી ટકા કોળીના ઝુંપડામાંથી પાંચ લીટર દેશી દારૂ, કેલાબેન અરજણ ડાભીને ત્યાંથી છ લીટર દેશી દારૂ, વુલનમીલ ફાટક ગણપતનગરમાં નીતાબેન ગોરસ ધાંધલના કબ્જામાંથી પાંચ લીટર દેશી દારૂ, ધરારનગર હનુમાન ટેકરીમાં હુસેન ઉર્ફે મુન્નાે હબીબ દલ અને ગોપાલ નથુ બાવરીને સાતનાલા પાસેથી 20 લીટર દેશી દારૂ સાથે પકડી લીધા હતા. આ ઉપરાંત બેડી બાવાફળીમાં મરીયમબેન સતાર જેડાના મકાનમાંથી બે લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, દરેડમાં હરજુગ વીરમ વિંઝાણીની પાસેથી 14 લીટર દેશી દારૂ, દરેડમાં જેઠીબેન વસતા હાજાણીના ઝુપડેથી સાત લીટર દેશી દારૂ, લતીપરમાં નુરબાઇ ઇસ્માઇલ સંધીના ફળીયામાંથી દેશી દારુ મળી આવ્યો હતો. મજોઠમાં રસિક બચુ વાઘેલાને પાંચ લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો જયારે કાલાવડના પ્રફºલ ઉગા સાેંદરવાના મકાનેથી બે લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL