જામરાવલમાં મકાનમાં આગ લાગતા બે ભડથુ

May 18, 2017 at 1:08 pm


પોરબંદર નજીકના જામરાવલમાં મકાનમાં આગ લાગતા બે લોકો ભડથુ થઇ ગયા હતા.
જાણવા મળતી વિગત પ્રમાણે રાવલના કોળીવાડ વિસ્તારના ચોહાણ ફળીમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ શોર્ટસર્કીટથી લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્ું છે. અચાનક લાગેલી આ આગમાં ઘટના સ્થળે બે વ્યકિતના મોત થયા હોવાનું બહાર આવ્ું છે તેમાં એક કાજલબેન વિજયભાઇ સોલંકી ઉ.વ. રપ અને દીનેસ રામાભાઇ સોલંકી ઉ.વ. ૧પ હોવાનું તેમના પરિવારજનોએ પોલીસને જણાવ્ું છે. ઘટના સ્થળે ફાયર ફાઇટરે આગ કાબુમાં લીધેલ હતી. આ બનાવની જાણ થતાં વિજપુરવઠો થોડીવાર પુરતો બધં કરાયો હતો. અને પાલીકા પ્રમુખ ઉપપ્રમુખ અને અગ્રણીઓ દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા બાદમાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જોડી ગયો હતો અને મૃત્યુ પામેલ બે વ્યકિતઓની પી.એમ. માટે ખસેડયા હતા. આગળની તપાસ પી.એસ.આઇ.વી.યુ. સોલંકીએ હાથ ધરી હતી

print

Comments

comments

VOTING POLL