જામસખપુરમાંથી રવાના થયેલો ડુંગળી ભરેલો ટ્રક બારોબાર ચાંઉ

November 13, 2017 at 1:30 pm


જામજોધપુરના શંખપુર ગામમાંથી ડુંગળીનો જથ્થો ભરીને કલકતા રવાના થયેલો ટ્રક નિયત સ્થળે નહી પહોચીને 6.74 લાખની છેતરપીડી કર્યાની અમદાવાદના ટ્રાન્સપોર્ટવાળા તથા ટ્રક ડ્રાઇવર સહિત ત્રણ સામે ફરીયાદ નાેંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રાે ગતીમાન કર્યા છે. જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ઉપલેટા મસ્જીદ પાસે રહેતા વેપારી હનીફ ઉર્ફે ભોલા હારૂનભાઇ ધોરાજીવાલા (ઉ.વ.50) એ ગત તા. 30-10-17ના સમય દરમ્યાન 490 બાચકા ડુંગળી જેનો અંદાજે વજન 21805 અને હાલની બજાર કીમત 6.74.638 લાખનો જથ્થો ટ્રક નં. જેએચ12એફ-2595 માં જામજોધપુરના જામશંખપુર ગામથી ભરીને કલકતા મોકલ્યો હતો. ડુંગળીનો જથ્થો ભરેલો ટ્રક કલકતા જવા માટે રવાના થયો હતો પરંતુ આરોપીઆેએ કલકતા નહી મોકલાવી વેપારી સાથે છેતરપીડી આચરી હતી, દરમ્યાનમાં હનીફભાઇ ધોરાજીવાળાએ ગઇકાલે જામજોધપુર પોલીસમાં ઝારખંડના હાઉસ નં. 40 બુધાર મહોલા, ડોમચંચ બજાર, ડીકોડરમાં ખાતે રહેતા અનિલ ચોટીભાઇ રાણા, રાચી અમદાવાદ ટ્રાન્સપોર્ટવાળા પપુ યાદવ (રે. અસાલી અમદાવાદવાળા), તથા યુપી મુઠીઅલાહાબાદ હાઉસ નં. 33 ખાતે રહેતા ટ્રક ડ્રાઇવર સોનુકુમાર રામલાલ શાહુ આ ત્રણની વિરુધ્ધ આઇપીસી કલમ 407, 420, 114 મુજબ ફરીયાદ નાેંધાવી હતી. ગત તા. 30-10-17 થી તા. 5-11-17ના સમયગાળા દરમ્યાન ઉપરોકત ડ્રાઇવરે ટ્રકને નિયત સ્થળે નહી પહોચાડી ડુંગળીનો જથ્થો બારોબાર ચાંઉ થઇ ગયાનું જાણમાં આવ્યુ હતું ફરીયાદીના ઘરે જામજોધપુરના પીએસઆઇ જે.ડી. પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે ટ્રાન્સપોર્ટવાળા અને વેપારી વર્ગમાં ચકચાર ફેલાઇ છે.

print

Comments

comments

VOTING POLL