જામ્યુકોની કોન્ટ્રાકટર અને ફીકસ પગાર સંઘર્ષ સમિતી દ્વારા તા. 18 મી થી હડતાલનું એલાન

September 13, 2017 at 2:01 pm


જામનગર મહાપાલીકામાં છેલ્લા કેટલાય સમયથી 11 માસના કરાર, આઉટસોસંગ રોજમદાર, માનદવેતન, લઘુતમ વેતનના પગારથી ફરજ બજાવતા કર્મચારીઆેની માંગણી ન સંતોષાતા તેઆેએ તા. 18 થી તમામ પ્રકારની કામગીરી બંધ કરી જીલ્લા કલેકટર કચેરી સામે ભુખ હડતાલ કરવાની ચેતવણી આપવામાં આવી છે. તેમની માંગણીઆેમાં સુપ્રિમ કોર્ટના તા. 26 આેકટોબરના ચુકાદાની ગુજરાતમાં અમલવારી કરી સમાનકામ મુજબ સમાન વેતન આપવા, રેગ્યુલર મહેકમની ભરતી પ્રqક્રયામાં જે પોસ્ટ પર ફજર બજાવતા કોન્ટ્રાક કર્મચારીઆેને પ્રાથમિકતા આપવા અને કોન્ટ્રાકટર કર્મચારીઆેને નોકરીની બાહેંધરી આપી આઉટ સોસંગ પ્રથા સદંતર બંધ કરી તમામ કર્મચારીઆેને સરકાર હસ્તક લઇ લેવા અને વર્ષોથી વર્ગ-4ની ભરતી પુનઃજીવીત કરી પછાત વર્ગના યુવાનોને કાયમી રોજગારી આપવા માંગણી કરી છે.

print

Comments

comments

VOTING POLL