જાયન્ટસ ગુ્રપ આેફ જનસેવા દરેડ દ્વારા અનાજકીટ વિતરણ

May 9, 2018 at 10:11 am


જાયન્ટસ ગુ્રપ આેફ જનસેવા દરેડ દ્વારા મહીને રાશનકીટ આપવાનું વાષિર્ક પ્રાેજેકટ દાતા ભાવીન સોલંકીના અનુદાનથી આપવાનું નકકી કરવામાં આવેલ છે, આ અન્વયે તાજેતરમાં જરૂરીયાતમંદ બહેનોને રાશનકીટ અર્પણ કરવામાં આવી, આ તકે જનસેવા દરેડના પ્રેસીડેન્ટ રેણુકાબેન ભટ્ટ, આઇપીપી નયના ભટ્ટ, અરવિંદ ભટ્ટ, અવની ભટ્ટ અને ભાવિન સોલંકી, આર.બી. મજમુદાર, મીનાબેન મજમુદાર તથા પી.આર.જોશી ઉપસ્થિત રહેલ, ફેડરેશન પ્રેસીડેન્ટ પ્રદિપસિંહ સરવૈયા, અને ખાસ દાતા પરીવાર ઉપસ્થિત રહ્યાં હતાં. જાયન્ટસ ગુ્રપ આેફ જનસેવા દરેડ દ્વારા જાયન્ટસ મેમ્બર જાનકી જોશીના જન્મ દિવસ નિમિતે જામનગર રણજીત વૃધ્ધાશ્રમમાં સિનિયર સીટીઝન કેર કાર્યક્રમ અંતર્ગત તમામ અંતેવાસીઆે સ્ટાફ અને મેમ્બરોને આઇસ્ક્્રીમ અને બિસ્કીટનું વિતરણ કરી જાનકીનો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો, વૃધ્ધોને સાથે સમયગાળી ગુ્રપના હોદેદારોએ ગોષ્ઠી કરી આનંદ માણેલ, આ પ્રાેજેકટનો આર્થિક સહયોગ જાનકી જોશી તથા રીધ્ધી રામપરીયા દ્વારા આપવામાં આવેલ, આ કાર્યક્રમમાં જાયન્ટસ જનસેવાના પ્રમુખ રેણુકાબેન ભટ્ટ, પી.આર.આે. પ્રફºલભાઇ જોશી, ગીતાબેન જોશી, જાનકી જોશી, રીધ્ધી રામપરીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

print

Comments

comments

VOTING POLL