જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જરની યાદી તૈયાર કરવા સરકારનો આદેશ

August 30, 2018 at 10:45 am


સરકારે બેિન્ક»ગ સિસ્ટમને મજબૂત બનાવવા આરબીઆઈને 21 પીએસયુ બેન્કોના મર્જરની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ મહિને નાણામંત્રાલયના અધિકારીઆેએ આરબીઆઈને કોન્સોલિડેશન માટેની સમયમર્યાદા સૂચવવા જણાવ્યું હતું. પગલાનો હેતુ પીએસયુ બેન્કોની સંખ્યા ઘટાડી વધુ મજબૂત બેન્કોની રચના કરવાની છે.

સરકાર અને આરબીઆઈ ઘણા સમયથી પીએસયુ બેન્કોની બેલેન્સશીટ સુદ્ઢ અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વના 10 મોટા અર્થતંત્રમાં ભારતનો બેડલોન રેશિયો ઈટલી પછી સૌથી વધુ છે. પીએસયુ બેન્કોના લોન પોર્ટફોલિયોમાં એનપીએનો હિસ્સો 90 ટકા છે. બેન્ક આેફ બરોડાના ચેરમેન રવિ વેંકટેસને ગયા મહિને જણાવ્યું હતું કે, ખાનગી બેન્કોની તુલનામાં પીએસયુ બેન્કોનો બજારહિસ્સો વધુ ન ઘટે એ માટે સરકારી બેન્કોના કોન્સોલિડેશનની જરૂર છે. તાજેતરના નાણાકિય વર્ષમાં નવી થાપણનો લગભગ 70 ટકા હિસ્સો પાસે ગયો છે. 2020 સુધીમાં ખાનગી બેન્કો નવી લોનનો લગભગ 80 ટકા હિસ્સો મેળવશે એવો અંદાજ છે.

સતત વધી રહેલી બેડ લોનના કારણે બેન્કોની મૂડીનું ધોવાણ પર અંકુશ મૂકવાની ફરજ પડી છે. નબળી બેલેન્સશીટ અને કાયદાને પગલે સરકારે પીએસયુ બેન્કોમાં આેછામાં આેછો 51 ટકા હિસ્સો જાળવવો જરૂરી છે. એટલે બેન્કોને નવી મૂડી માટે સરકાર પર નિર્ભર રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-જૂન કવાર્ટરમાં પીએસયુ બેન્કોની નાણાકિય કામગીરી પ્રમાણમાં સારી રહી છે.

print

Comments

comments

VOTING POLL