જિમ જતા હોય તો અત્યારથી જ બંધ કરી દો આ બધી વસ્તુઓનું સેવન

August 3, 2018 at 8:50 pm


વર્કઆઉટ કરતા લોકોએ ન ખાવી આ વસ્તુઓ

જો તમે ફિટ રહેવા ટમા જિમ જાઓ છો તો ખાન-પાન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમારું ખાન-પાન ખરાબ રહેશે તો નિશ્ચિત પણે તમારું જિમ જવાનું બેકાર બની રહેશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જિમ કરવા દરમિયાન કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

સફેદ બ્રેડ

સફેદ બ્રેડ મેંદામાંથી બને છે. મેંદો આતરડામાં ચોટીને પાચન ક્રિયાને ખરાબ કરે છે. તેને ખાવાથી સુગર લેવલ પણ વધી શકે છે. જો તમે વર્કઆઉટ કરતા હોય તો તેને ન ખાવું જ વધારે સારું રહેશે.

આલ્કોહોલ

આલ્કોહોલ પીવાથી ઈમ્યૂનિટી પાવર અને સ્ટેમિના ઓછો થવા લાગે છે, જેનાથી એનર્જી લેવલમાં ઘટાડો થાય છે. આથી જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોય તો તમારા જિમ કરવાનો કોઈ ફાયદો નહીં થાય.

ભાત

ભાત પણ ફેટ વધારવાનું કામ કરે છે. જો તમે ભાત ખાવા ઈચ્છો છો તો બ્રાઉન રાઈસ ખાઈ શકો છો.

ડાયેટ અથવા એનર્જી ડ્રિંક

વર્કઆઉટ કરનારા લોકોને બને તેટલું એનર્જી ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ ડ્રિંક્સ આગળ જતા તમારો સ્ટેમિના ઓછો કરી દે છે.

print

Comments

comments

VOTING POLL