જિયોનો વિચાર દીકરી ઇશાના મનમાં સ્ફૂર્યેા હતો: મુકેશ અંબાણી

March 17, 2018 at 11:26 am


ભારતના સૌથી વધુ શ્રીમતં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાંની મોબાઇલ બ્રોડબેન્ડ ક્ષેત્રની અગ્રણી કંપની જિયો શ કરવાનો સૌપ્રથમ વિચાર મારી દીકરી ઇશાને ૨૦૧૧માં આવ્યો હતો.

બિઝનેસ એવોડર્સના કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ડ્રાઇવર્સ આફ ચેન્જ પુરસ્કાર સ્વીકારતા મૂકેશ અંબાણીએ દાવો કર્યેા હતો કે ભારત માત્ર આગામી દાયકામાં એટલે કે ૨૦૨૮ સુધીમાં વિશ્ર્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતત્રં ધરાવતો દેશ બની જશે. જામનગરમાં એક જ સ્થળે હોય એવું વિશ્ર્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ ધરાવતા રિલાયન્સે ભારતના મોબાઇલ બજારમાં પ્રવેશવા માટે ૩૧ અબજ ડોલરનો ખર્ચ કર્યેા હતો. મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમેરિકાના યેલ ખાતે ભણતી મારી દીકરી ૨૦૧૧માં રજામાં સ્વદેશ આવી હતી ત્યારે તેણે અમુક કોર્સવર્ક તૈયાર કરવાનો હતો અને ત્યારે જિયોને લગતો વિચાર રજૂ કર્યેા હતો. તેમણે જણાવ્યું હતું કે મારા જોડિયા સંતાનો – ઇશા અને આકાશ વધુ રચનાત્મક, વધુ આશાસ્પદ અને વિશ્ર્વમાં શ્રે બનવા માટે આતુર ભારતની યુવા પેઢીમાંના છે. આ યુવા ભારતીયોએ મને ખાતરી કરાવી હતી કે બ્રોડબેન્ડ ઇન્ટરનેટમાં પાછળ રહેવાનું ભારતને પરવડે નહિ. તેમણે જણાવ્યું હતું કે અમે જિયો ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં શ કયુ હતું અને આજે તે ભારતમાં સૌથી મોટું ગેમ ચેન્જર (પરિવર્તન આણનાં) બની ગયું છે

print

Comments

comments

VOTING POLL