જિયોફોન પર ઉપલબ્ધ થશે ફેસબુક એપ: ભારતમાં 50 કરોડ યુઝર્સને મળશે લાભ

February 15, 2018 at 11:13 am


ભારતનાં સ્માર્ટફોન જિયોફોન પર ફેસબુક ઉપલબ્ધ થશે. ફેસબુક એપ્નું આ નવું વર્ઝન ખાસ જિઓ કાઇઓએસ માટે બનાવવામાં આવ્યું છે, જે જિયોફોન માટે ખાસ ડિઝાઇન કરેલી વેબ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે, જેથી તેનાં યુઝર્સ ફેસબુકનો શ્રેષ્ઠ અનુભવ મેળવશે. આ ભારતમાં 50 કરોડ ફિચર ફોન યુઝર્સને ફેસબુકની સુવિધા આપશે. હાલનાં અને નવા જિયોફોન યુઝર્સ ફેસબુક એપ જિયોફોન પર જિયોએપસ્ટોરમાંથી ડાઉનલોડ થઈ શકશે.
જિયોફોન માટે નવી ફેસબુક એપ ફેસબુકનો વિસ્તૃત અનુભવ પ્રદાન કરે છે, જે લોકોને તેમનાં પ્રિયજનો સાથે જોડાવાની સુવિધા આપશે. તે પુશ નોટિફિકેશન્સ, વીડિયો અને બાહ્ય ક્ધટેન્ટનાં જોડાણને સપોર્ટ કરે છે. એપ જિયોફોન પર કર્સર ફંક્શનને સફળતાપૂર્વક કામ કરવાની સુવિધા પણ આપે છે અને ફેસબુકનાં સૌથી લોકપ્રિય ફિચર્સ ન્યૂઝ ફીડ અને ફોટો જેવા માટે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપશે.

જિયોનાં ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે, જિયોફોન વિશ્વનો સૌથી વાજબી સ્માર્ટફોન છે, જે ફિચરફોનમાંથી સ્માર્ટફોનમાં માઇગ્રેટ થવા ભારતીયો માટે પરિવર્તનકારક ટેકનોલોજી ધરાવે છે. જિયોફોન તેણે આપેલી ખાતરી મુજબ વિશ્વની ટોચની એપ્લિકેશન આપશે, જે ફેસબુકથી શરૂ થશે. વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક જિયો દરેક ભારતીયોને ડેટાનાં પાવર મેળવવા માટે બનાવ્યું છે અને જિયોફોન આ જિયો અભિયાનનું અભિન્ન અંગ છે.
ફેસબુકનાં મોબાઇલ પાર્ટનરશિપ્નાં વાઇસ પ્રેસિડન્ટ ફ્રાન્સિસ્કો વારેલાએ કહ્યું હતું કે, અમે જિયો સાથે અમારી પાર્ટનરશિપ્ને લઈને રોમાંચિત છીએ અને અમને જિયોફોનનો ઉપયોગ કરતાં લાખો લોકોને ફેસબુકનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની તક આપીશું. જિયો જેવા પાર્ટનર્સ સાથે કામ કરીને અમે દરેક વ્યક્તિને, દરેક જગ્યાએ જોડાયેલા રહેવાનાં લાભ મેળવવાની તક સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ.

print

Comments

comments

VOTING POLL