જિલ્લાનું વાતાવરણ સ્વચ્છ બનતા મહત્તમ તાપમાન ઉંચકાયુ

August 24, 2018 at 1:03 pm


ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સજાર્યેલા વરસાદી માહોલ વચ્ચે શ્રાવણી સરવડા વરસ્યા બાદ ગઇકાલે ભાવનગર શહેર અને મહુવામાં હળવા ઝાપટાં વરસ્યા હતા. જયારે સાંજથી જે વાતાવરણ સ્વચ્છ બન્યુ હતુ. વરસાદી વાતારવણ વિખેરાતાની સાથે જ મહત્તમ તાપમાન ઉંચકાતા ગરમીમાં વધારો થયો હતો.
મધ્યપ્રદેશ પર સqક્રય થયેલી સીસ્ટમ વિખેરાતા તેમાથી છુટા પડેલા આછા વાદળો રાજય પર અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની દિશા પકડતાં ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સજાર્યેલા વરસાદી માહોલ વચ્ચે શ્રાવણી સરવડા વરસવાનો દૈ…. શરૂ રહ્યાે હતો દરમ્યાન વાદળોએ અરબી સમુદ્ર તરફ ગતિ કરતાં ગઇકાલે માત્ર ભાવનગર અને મહુવામાં હળવા ઝાપટાં વરસ્યા બાદ વાતાવરણ સ્વચ્છ બન્યુ હતું. વાદળો વિખેરાતાની સાથે જ મહત્તમ તાપમાન ઉંચકાતા ગરમીમાં નાેંધપાત્ર વધારો થયો હતો.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 24.8 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL