જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસેલા ઝાપટા

August 23, 2018 at 11:11 am


ભાવનગરમાં 13, સિહોર 5, ઘોઘા અને તળાજામાં 4,4 મી.મી. વરસાદ ઃ અન્ય તાલુકાઆે કોરા

ભાવનગર જિલ્લામં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. જેમાં ભાવનગર શહેરમાં બપોરના સમયે વરસેલા જોરદાર ઝાપટાં રૂપે અડધો ઇંચ વરસાદ પડયો હતો.
શ્રાવણ માસના પ્રથમ પખવાડીયાના પ્રારંભ સાથે જિલ્લામાં શરૂ થયેલા વરસાદના વધુ એક રાઉન્ડમાં અડધાથી બે ઇંચ વરસાદ પડયા બાદ એક દિવસના વરાપ બાદ રાજય પર સqક્રય થયેલી વધુ એક સીસ્ટમની અસર રૂપે ભાવનગર શહેર સહિત મોટાભાગના તાલુકાઆેમાં શ્રાવણી સરવડા વરસી રહ્યા છે. તો સીસ્ટમના પગલે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં તા.22 અને 23ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે ગઇકાલે ભાવનગર શહેર ઉપરાંત સિહોર, ઘોઘા, વંભીપુર, તળાજા અને ઉમરાળામાં હળવા-થી ભારે ઝાપટાં વરસ્યા હતા.દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 30.9 ડિગ્રી, લધુત્તમ 87 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 14 કિલો મીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL