જિ.પં.ના રિનોવેશનનો ખર્ચ નામંજૂર કરતા ડીડીઓ: ગરમાગરમી વચ્ચે સભા સંપન્ન

October 12, 2017 at 3:26 pm


રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી અને જિલ્લા વિકાસ અધિકારી પંડયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાનો માલિકી હકક જિલ્લા પંચાયતની હસ્તક લેવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જિલ્લા પંચાયતના રિનોવેશનમાં થયેલ એકસેશન એકસ્ટ્રા કામના ખર્ચનો ચેક કોન્ટ્રાકટરને ચુકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવને ડીડીઓએ નામંજુર કરી સરકારમાં મોકલ્યો છે. સામાન્ય સભામાં ગૌચરની જમીનના દબાણો, જિલ્લા પંચાયતનો સભાખંડ મોટો કરવા રજૂઆતો કરવામાં આવી હતી. સામસામા પક્ષે આક્ષેપો પ્રતિઆક્ષેપો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતાં.
આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપ-કોંગ્રેસના તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને પોતાના વિસ્તારના પ્રશ્ર્નોની રજૂઆતો કરી તેના નિરાકરણ માટે યોગ્‌ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં પ્રજાલક્ષી પ્રશ્ર્નોની ચચર્િ વિચારણા કરવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જિલ્લા પંચાયતના બિલ્ડીંગનું રિનોવેશન ા.56 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું. જેનું ચુકવણું બાકી હોય રિનોવેશનના એકશેશન અને એકસ્ટ્રા કામના ખર્ચનો ચેક કોન્ટ્રાકટરને ચૂકવી દેવા ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઠરાવમાં જિલ્લા વિકાસ અધિકારીને ક્ષતિ જણાતાં આ ઠરાવ નામંજુર કરી સરકારમાં મોકલ્યો હતો. જે સરકારની મંજુરી બાદ જ ચૂકવણુ કરવામાં આવશે તેમ જણાવેલ હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓનો માલિકી હકક જિલ્લા પંચાયત હસ્તક લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ પોતાના વિસ્તારના આરોગ્યને લગતા પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી તેમજ ગૌચરની જમીનોમાં ભૂમાફિયાઓ દ્વારા થયેલા ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતનો સભાખંડ નાનો હોય તેને મોટો કરવા માટે રજૂઆત કરાઈ હતી.
રાજકોટ જિલ્લા પંચાયતમાં 11માંથી નવ તાલુકામાં વિકાસ અધિકારીની જગ્યાઓ ખાલી પડેલી છે અને વર્ગ-1 તથા 2ના 22 ટોચના અધિકારીઓની જગ્યાઓ વણપુરાયેલી છે. આ બન્ને મુદ્દે સભ્યો વચ્ચે જોરદાર ચચર્િ થઈ હતી. જિલ્લામાં કુલ 64 જગ્યાઓ ખાલી છે. આ જગ્યા તાત્કાલીક ભરવાનો ઠરાવ કરી સરકારને મોકલવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ શિંગાળાએ જિલ્લા પંચાયતમાં રહેલી જગ્યા અને રિનોવેશના લાખોના ગોટાળા વિશે ‘આજકાલ’ દૈનિકમાં છપાયેલા વિસ્તૃત અહેવાલ રજૂ કરીને તમામ સભ્યોને શરમ કરો તેવું જાહેરમાં જણાવ્યું હતું.
આજરોજ યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી, જિલ્લા વિકાસ અધિકારી પંડયા, કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો ઈન્દુભાઈ શિંગાળા, મનોજભાઈ બાલધા, કે.પી.પાદરીયા, રાણીબેન સોરાણી, વજુબેન કાતરેજા, નાનજીભાઈ ડોડીયા, મગનભાઈ મેતલીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL