જિ.પં.ની બાંધકામ સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયાઃ કાેંગ્રેસના વાંધા ફગાવાયા

September 11, 2018 at 3:25 pm


રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કાેંગ્રેસના બળવાખોર જૂથે પાંચ કમિટીઆે બહુમતીના જોરે કબજે લીધા બાદ ગત તા.31ના રોજ મળેલી સામાન્ય સભાએ કારોબારી અને બાંધકામ સમિતિના પાવર્સ પાછા ખેંચીને સામાન્યસભાને સાેંપવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ સામે વિકાસ કમિશનરે સ્ટે આપ્યો છે. કાનૂની ગૂંચમાં અનેક પ્રશ્નો વચ્ચે આજે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક ચેરમેન મગનભાઈ મેટાડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા.

બાંધકામ સમિતિની મિટિંગ સામે સ્ટે છે અને આ સબજ્યુડિસ મેટર છે તેથી મિટિંગ બોલાવી ન શકાય અને કોઈ પ્રકારના નિર્ણય લઈ ન શકાય તેવી મતલબનો વાંધો કાેંગ્રેસના ચંદુભાઈ શિંગાળાએ ઉઠાવીને લેખિતમાં પત્ર પણ આપ્યો હતો. જો કે, બેઠકમાં ઉપસ્થિત સભ્ય અને જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સમિતિ સામે સ્ટે નહી પરંતુ સ્ટેટસ્કવો છે. જનરલ બોર્ડે ઠરાવ પસાર કરાવ્યા છે પરંતુ તેને વિકાસ કમિશનરનો મનાઈ હુકમ છે તેથી મિટિંગ બોલાવવા કે તેમાં નિર્ણય લેવામાં કોઈ પ્રકારની હરકત નથી.

સામાન્ય રીતે બાંધકામ સમિતિની બેઠકમાં સભ્યોની હાજરી પણ પુરતા પ્રમાણમાં હોતી નથી પરંતુ આજે બાંધકામ સમિતિના સભ્યો ઉપરાંત કાેંગ્રેસના આગેવાનો પણ જિલ્લા પંચાયતમાં જોવા મળ્યા હતા. આજની કમિટી અને તેમાં લેવાયેલા નિર્ણયથી વધુ એક કાનૂની વિવાદ ઉભો થાય તેવી પુરેપુરી શકયતા છે.

બાંધકામ સમિતિની આજની બેઠકમાં રસ્તા રિપેરિ»ગ, જંગલ કટિંગ જેવી દરખાસ્તો મંજૂર કરવાની સાથોસાથ અધ્યક્ષસ્થાનેથી પણ દરખાસ્ત રજૂ થઈ હતી અને લોધીકા, જેતપુર તથા ગાેંડલમાં તાલુકા પંચાયતનું નવું ભવન બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત 15 લાખથી વધુ રકમના કામો કારોબારી સમિતિ તરફ મોકલવાનો નિર્ણય કરાયો છે.

મગનભાઈ મેટાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આજની બેઠકમાં ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા, સોનલબેન શિંગાળા અને વિપુલભાઈ ધડુક હાજર રહ્યા હતા. સોનલબેન પરમાર ગેરહાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL