જીઆઇડીસી ફેસ-2 અને 3 વિસ્તારને નોટીફાઇડ એરીયા જાહેર કરવા માંગણી

September 13, 2017 at 2:03 pm


જામનગર શહેરમાં દરેડ જીઆઇડીસી ફેસ-2 અને 3 માં આશરે 3 હજાર જેટલા નાના મોટા આૈધોગીક એકમો આવેલ જે મોટાભાગે બ્રાસ ઉધોગ છે ત્યારે સમગ્ર એસ્ટેટ 236 હેકટરમાં પથરાયેલ છે તેમજ 2.50 થી 3 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ રોજગારી પુરુ પાડતા ઉધોગ છે ત્યારે જામનગર જીઆઇડીસી ફેસ-2 અને 3 વિસ્તારને નોટીફાઇડ એરીયા જાહેર કરવાની માંગણી જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દરેડ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે મુખ્યમંત્રીને લખાયેલુ એક આવેદનપત્ર આજે બપોરે જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. અને એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જામનગર મહાપાલીકા સાથે નકકી થયેલા મુજબ એમઆેયુ દિવસ-8માં નકકી કરવામાં નહી આવે તો લઘુ ઉધોગકારો દ્વારા જલદ પગલા લેવામાં આવશે. આ આવેદનપત્રમાં જણાવાયુ છે કે આ અગાઉ આ ફેઇસ-2 અને 3 તેમજ રેસીડેન્ટ વિસ્તારને નોટીફાઇડ એરીયા જાહેર કરવા તા. 7-7-2009ના રોજ અમોએ જીઆઇડીસી સમક્ષ મુકેલ છે જે અંગે તા. 6-8-2009ના રોજ કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે અને તા. 5-3-2012ના રોજ કલેકટર તરફથી જરૂરીના વાંધા પ્રમાણપત્ર પણ મેળવેલ છે. આ અંગે જીઆઇડીસીમાં વારંવાર રજુઆત કરવા છતા આજ સુધી આ વિસ્તારને નોટીફાઇડ વિસ્તાર જાહેર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી નથી અને છેલ્લે તા. 6-5-17ના રોજ જીઆઇડીસી અંગે પુર્તતા કરવા માંગણી કરેલ છે. મહાપાલીકા દ્વારા શહેરની હદ વધારવાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે તા. 18-6-2009ના રોજ મેયરને રજુઆત કરી આ વિસ્તારને મહાપાલીકામાં સમાવેશ ન કરવા રજુઆત કરી હતી જયાં સુધી અમારા વિસ્તારને નોટીફાઇડ એરીયા જાહેર નહી કરાય ત્યાં સુધી મહાપાલીકામાં વિસ્તારનો સમાવેશ પણ ન કરવો, અમદાવાદ નગરપાલીકા દ્વારા જીઆઇડીસી વિસ્તાર વટવા, આેઢવ તથા નરોડા સાથે 25/75નું એમઆેયુ કરવામાં આવેલ છે અને તા. 8-11-16ના રોજ કમિશ્નર સાથે મિટીગ કરી આ મુજબનો એમઆેયુ જો જામનગર મહાપાલીકા કરી આપે તો અમારા વિસ્તારને જામનગરની હદમાં સમાવેશ કરવાની અમો સહમતી દશાર્વીએ છીએ. આ અંગેનો આખરી નિર્ણય બાબતે મ્યુ. કમિશ્નર, મેયર તેમજ અધિકારીઆે અને પદાધિકારીઆે ઉપરાંત શહેરના ધારાસભ્યો અને ભાજપ શહેરના પ્રમુખ સાથે સંયુકત મીટીગ તા. 5-6-17ના રોજ કરવામાં આવી હતી જેમાં જામનગર મહાપાલીકા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો વચ્ચે 25-75નું એમઆેયુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અત્યાર સુધી અનેક રજુઆતો કરી હોવા છતા પણ આ એમઆેયુ મહાપાલીકા દ્વારા કરવામાં આવતુ નથી જેથી આ વિસ્તારના ઉધોગકારોમાં દહેશત ફેલાઇ છે. આ અંગે તાત્કાલીક પગલા લેવા મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે. આ આવેદન પત્ર આપતી વખતે પ્રમુખ દિનેશભાઇ ચાંગાણી, મંત્રી દિલીપભાઇ ચંદરીયા સહિતના અગ્રણીઆે હાજર રહયા હતા.

print

Comments

comments

VOTING POLL