જીએસટીથી 7.43 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

February 2, 2018 at 11:16 am


ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને જીએતટીથી ભલે આશા કરતાં આેછી મહેસૂલી આવક થઈ હોય પરંતુ આગલા નાણાકીય વર્ષમાં કેન્દ્રનો ખજાનો ભરવામાં આ પરોક્ષ કરની મહત્ત્વની ભૂમિકા હશે. સરકારે નાણાકીય વર્ષ 2018-19માં જીએસટીથી ભારે ભરખમ 7,43,900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ખાસ વાત એ છે કે સરકાર તેમાંથી 90,000 કરોડ રૂપિયાની રકમ રાજ્યોમાં જીએસટીના ક્રિયાન્વયનને પગલે મહેસૂલી નુકસાનની ભરપાઈ માટે ખર્ચ કરશે.

મહેસૂલ સચિવ હસમુખ અઢીયાનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીથી 4.44 લાખ કરોડ રૂપિયાનું મહેસૂલ મળશે જે અનુમાનથી 50,000 કરોડ રૂપિયા આેછું છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી સંગ્રહમાં ઘટાડાનું એક કારણ એવું પણ છે કે આ વર્ષે માત્ર 11 મહિનાનો જ જીએસટી પ્રાપ્ત થશે કેમ કે માર્ચમાં જીએસટીનો સંગ્રહ આગલા વર્ષે એપ્રિલમાં ખજાનામાં આવશે. જો કે સરકારને આશા છે કે આગલા નાણાકીય વર્ષમાં જીએસટીના ક્રિયાન્વયનમાં સ્થિરતા આવવા તથા જીએસટીની ચોરી રોકવાના ઉપાય કરવાથી મહેસૂલ સંગ્રહમાં ઉછાળો આવશે. આ જ કારણ છે કે નાણામંત્રીએ આગલા નાણાકીય વર્ષ માટે જીએસટીમાં ભારે ભરખમ ધનરાશી એકત્ર કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટ 2018-19માં જીએસટીથી જે ધનરાશીનું લક્ષ્ય રાખ્યું છે તેમાં 6.03 લાખ કરોડ રૂપિયા સીજીએસટી અને 50,000 કરોડ રૂપિયા આઈજીએસટી દ્વારા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ખાસ વાત એ છે કે 90 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્યોને થનારી મહેસૂલી ક્ષતિની ભરપાઈ કરવા માટે ખર્ચ કરાશે.

print

Comments

comments

VOTING POLL