જીએસટીના કારણે બંગાળી મિઠાઈ માેંઘી : હડતાળ પડશે

August 11, 2017 at 8:23 pm


પશ્ચિમ બંગાળમાં મિઠાઇ વેચનાર લોકોએ જીએસટીની સામે રાજ્ય સ્તરે બંધની જાહેરાત કરી દીધી છે. રાજ્યના મિઠાઇ વેચનાર લોકોના એસાેસિએશને કહ્યું છે કે, 31મી આેગસ્ટથી મિઠાઈની સારી દુકાનાે બંધ રહેશે. મિઠાઈ વેચનાર લોકોએ જીએસટીનાે વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે નવી ટેક્સ વ્યવસ્થાથી મિઠાઇની કિંમતાે ખુબ વધી ગઈ છે. પશ્ચિમ બંગાળ સ્વીટ સેલર એસાેસિએશનના રવિન્દ્ર કુમાર પાલે કહ્યું છે કે, સંદેશ અને રસગુલ્લા જેવી મિઠાઇઆે ઉપર પાંચ ટકા જીએસટી લાગૂ કરવાનાે નિર્ણય કરાયો છે. જીએસટીથી બંગાળી મિઠાઈઆે વધારે માેંઘી થઇ ગઈ છે. સ્વીટ સેલસૅ દ્વારા હવે બંધની જાહેરાત કરી દીધી છે. મોટાભાગની બંગાળી મિઠાઇઆેએ વહેલી તકે ખરાબ થઇ જાય છે. કારણ કે આ મિઠાઇઆે ખાસ પ્રકારની ચીજોથી બને છે. આવી સ્થિતિ ઉપર મિઠાઇઆેને લઇને જીએસટી લાગૂ કરવાની બાબતનાે વિરોધ થઇ રહ્યાાે છે.

મિઠાઇઆે ઉપર જીએસટી લાગૂ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. અમારા નાણામંત્રી અમિત મિશ્રાએ મિઠાઇ પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના પ્રયાસ કર્યા હતા. ડાબેરીની સરકાર દરમિયાન મિઠાઇ બનાવનાર અને વેચનારના વિરોધ બાદ મિઠાઇ ઉપર મુકવામાં આવેલા વેટને પરત લેવાનાે નિર્ણય કરાયો હતાે. એસાેસીએશનનું માનવું છે કે, આ વખતે પણ સરકારને મિઠાઇ ઉપર જીએસટીને દૂર કરવાની ફરજ પડશે. 21મી આેગસ્ટથી બંધની જાહેરાત ઉપરાંત એસાેસિએશને 24મી આેગસ્ટથી 26મી આેગસ્ટ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનાે નિર્ણય કયોૅ છે. કોલકાતામાં જાણકાર મિઠાઇ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ગ્રાહકો પહેલાની જેમ મિઠાઇઆે ખરીદી રહ્યાા નથી જેના કારણે હડતાળનું એલાન કરવાની ફરજ પડી છે.

print

Comments

comments

VOTING POLL