જીએસટીના દરોમાં ઘટાડાનો સંકેત: 19મીએ નિર્ણય

June 26, 2018 at 10:51 am


જીએસટી લાગુ થયાને એક વર્ષ પૂરું થયા બાદ સરકાર બીજા વર્ષમાં પણ વિવિધ વસ્તુઓ અને સેવાઓ ઉપર ટેક્સના દરોને તર્કસંગત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત રાખશે. એવું મનાય રહ્યું છે કે આ દિશામાં પગલું ઉઠાવવા માટે જીએસટી કાઉન્સીલની આગામી 19 જૂલાઈએ મળનારી બેઠકમાં જીએસટીના 28 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ અમુક વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સની સમીક્ષા થઈ શકે છે. આવું થવા પર આ સ્લેબમાં આવતાં ઉત્પાદનોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
સૂત્રોએ કહ્યું કે જીએસટી કાઉન્સીલની આગામી બેઠક 19 જૂલાઈએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી થશે. એ વાતના પણ અણસાર છે કે ત્યાં સુધી નાણામંત્રી અણ જેટલી સ્વસ્થ થઈને નાણા મંત્રાલયનો ભાર સંભાળી લેશે અને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આ બેઠકને સંબોધન કરશે.
સૂત્રોએ કહ્યું કે આમ તો બેઠકના મુખ્ય મુદ્દામાં જીએસટી રિટર્નની પ્રક્રિયાને સરળ બનાવવા, રિવર્સ ચાર્જ મિકેનિઝમ જેવા વિવાદીત મુદ્દા પર આગળનો રસ્તો નક્કી કરવા અને અત્યાર સુધી મહેસૂલ સંગ્રહના ટ્રેન્ડની સમીક્ષા કરવા સહિતના રહેશે પરંતુ તેમાં અમુક વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરની સમીક્ષા પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં એ વાતની આશા છે કે અમુક વસ્તુઓ જેવા કે પેઈન્ટ અને સીમેન્ટ તથા મનોરંજન સેવાની શ્રેણીમાં આવતી ફિલ્મ ટિકિટના દર ઓછા કરવા વિચારણા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગ જગત આ ઉત્પાદનો પર જીએસટી કાપ્ની ભલામણ કરી ચૂક્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સૂત્રોએ કહ્યું કે કાઉન્સીલ પ્રાકૃતિક કેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાની દિશામાં પણ વિચાર વિમર્શ શ કરી શકે છે. જો કે આ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવા સરળ નહીં હોય.

print

Comments

comments

VOTING POLL