જીએસટીના સ્લેબમાં વધુ સુધારાની શકયતા: જેટલી

November 14, 2017 at 10:43 am


નાણામંત્રી અણ જેટલીએ જીએસટીના દરમાં વધુ સુધારાની શકયતા દશર્વિી છે. સરકારની આવકમાં વધારો થશે તો જીએસટીના દર બદલાઈ શકે છે. જેટલીએ સરકારના ટીકાકારોને ઝાટકયા હતાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચુંટણી આવી રહી હોવાથી સરકારે 200 આઈટમ પર ટેકસનો દર ઘટાડવો પડયો છે.
તેમણે કહ્યુંકે જીએસટીના દરમાં ઘટાડાને ચુંટણી સાથે સાંકળવું એ નાદાનીનું રાજકારણ છે. જેટલીએ જણાવ્યું કે રેટમાં સુધારા થવાનો ચોકકસ અવકાશ છે. ચાર મહીનામાં અમે 28 ટકાના સ્લેબમાં સુધારા કયર્િ છે. જીએસટીના ટ્રાન્ઝીશનના ગાળામાં આવા ફેરફાર ચાલુ રહેશે. પહેલી જુલાઈએ જીએસટી લાગુ કરવામાં આવ્યો હો. જીએસટી કાઉન્સીલ નાનીમોટી સમસ્યાઓદુર કરવા માટે દર મહિને બેઠક યોજી રહી છે. જેટલીએ કહ્યું કે આવકમાં વધારો થશે તો ભવિષ્યમાં રેટમાં સુધારો શકય છે. પ્રક્રિયાને લગતા ફેરફારો કરવામાં આવશે. સોમવારે અહેવાલ આપ્યો હતો કે સરકાર હવે પાંચ ટકાને અને 12 ટકાના સ્લેબમાં સુધારા પર ધ્યાન આપશે. આ બન્નેમાં 250 જેટલી આઈટમ્સ છે.
જીએસટી કાઉન્સીલના અધ્યક્ષ જેટલીએ કહ્યું કે ટેકસ અત્યારે પરિવર્તનના તબકકામાં છે ત્યારે કાઉન્સીલ જડ વલણ અપ્નાવવાના બદલે વિચારપુર્વક કામ કરે છે. અમે બજારની વાસ્તવિકતા પ્રમાણે પ્રતિભાવ આપીએ છીએ. કાઉન્સીલને આશા છે કે ટેકસ કાપ્નો ફાયદો ગ્રાહકોને આપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL