જીએસટીની ઝંઝટ

November 7, 2017 at 8:30 pm


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વિશ્ર્વબેંકે બિઝનેસ રેન્કિંગમાં ભારતને આપેલા ક્રમાંક પર ફીદા છે અને ગુજરાત તેમ જ હિમાચલ પ્રદેશ, એ બે રાજ્યોમાં યોજાવાની ચૂંટણી જીતવાનાં સોગઠાં ગોઠવી રહ્યા છે, પરંતુ અત્યારે દેશના 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના નાના વેપારીઓ, મોટા વેપારીઓ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો જીએસટીની જાળમાં અટવાયેલા છે, જેની અસર સામાન્ય નાગરિકો અને કૃષિ ક્ષેત્ર, અસંગઠિત ઉત્પાદકો પર તિવ્રપણે થઈ રહી છે.
જીએસટીનો વિષય આવે છે, ત્યારે નિષ્ણાતોને એવો વિચાર આવે છે કે, વસ્તુઓ અને તેના પરના દરને સંપૂર્ણપણે વર્ગીકૃત કયર્િ વગર આ નવા કાયદાનો ઝડપથી અમલ શા માટે કરવામાં આવ્યો હશે? કેટલાંય ઉત્પાદનો એવાં છે, જેના પર એક્સાઈઝ લાગતી નહોતી, ઘણી વસ્તુઓ એવી છે જેના પર વેટનો દર ઓછો લાગતો હતો. એ ધ્યાનમાં લીધા વિના બધા પર એક સાથે 28 ટકાનો જીએસટી લાદી દેવામાં કયું શાણપણ હતું? હવે દર મહિને જીએસટી કાઉન્સિલ એવું શોધી શોધીને દર માળખું સુધારે છે અથવા વડા પ્રધાનની સલાહ મુજબ તેમાં ફેરફાર કરે છે, જ્યાં વડા પ્રધાનનાં સૂચનો દેખાય છે ત્યાં ચૂંટણીઓનું રાજકારણ જોવા મળે છે!

રિટર્ન્સ ભરવાની સગવડો હજુ પણ સુધરી નથી, પોર્ટલની કામગીરી નિષ્ફળ ગઈ હોવા સહિતની કેટલીય ફરિયાદો ધ કોન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) કરી રહી છે.
તેમણે એ સંદર્ભે ઈન્ફોસિસની અને અન્ય કંપ્નીઓની તે પ્રકારની કામગીરી માટે સીબીઆઈ તપાસ કરવાની માગણી સરકાર પાસે કરી છે, પરંતુ સરકારે જે જવાબો સંસદમાં જીએસટી અંગે પૂછાયેલા સવાલો સંદર્ભે આપ્યા હતા કે કેટલાક ટાળ્યા હતા તે મુજબ સમગ્ર ભારતના વેપારીઓના આ મુખ્ય ફેડરેશનની માગણી અંગે પણ કર્યું છે, જે પોર્ટલ પાછલ અઢળક નાણાંનો અને સમયનો ધુમાડો થયો છે, તેનાથી વેપારીઓમાં નિરાશા પેદા થઈ છે. જીએસટીનું ચિત્ર ખરડાય છે. જેમને રિટર્ન્સ ભરવાં છે, તેઓ જ મુશ્કેલી સહન કરી રહ્યા છે!
જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્યના નાણાપ્રધાન સભ્ય છે, દરેક પોતાના રાજ્યનું હિત લઈને બેઠકમાં આવે છે, કારણ કે જીએસટીના વિકાસમાંથી દરેક રાજ્યને 14 ટકા હિસ્સો આપવાની વાત છે. દરેકને પોતાના રાજ્યના આર્થિક વિકાસ અને અર્થતંત્ર પર ધ્યાન આપવું વધારે જરૂરી બની રહે છે!

print

Comments

comments

VOTING POLL