જીએસટીની શેરબજારમાં પોઝીટીવ અસર: સેન્સેક્સમાં 236 પોઈન્ટનો ઉછાળો

May 19, 2017 at 10:42 am


ગઈકાલે જીએસટી કાઉન્સીલની બેઠકમાં 1205 વસ્તુઓના દર પર બનેલી સહમતિ બાદ આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 236 પોઈન્ટના ઉછાળા સાથે 30671 અને નિફટી 65 પોઈન્ટના ઉછાળા સાથે 9495 ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આમ જીએસટીની શેરબજારમાં પોઝીટીવ અસર જોવા મળી રહી છે અને સેન્સેક્સ રેકોર્ડ સપાટી તરફ આગળ વધી રહ્યો છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો તમામ શેરો ગ્રીનઝોનમાં કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ તેજી એફએમસીજી સેક્ટરમાં જોવા મળી રહી છે. બેન્ક, આઈટી અને ફાયનાન્શીયલ સર્વિસ સેક્ટરના શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રિયલ્ટી શેરો પણ પોઝીટીવ કારોબાર કરી રહ્યા છે.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો નિફટીમાં રહેલા શેરોમાં 35 શેરો લીલા નિશાન અને 16 શેરો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ તેજી આઈટીસી, બેન્ક ઓફ બરોડા, હિન્દુસ્તાન યુનિલીવર, કોલ ઈન્ડિયા અને એનટીપીસીના શરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે એશિયન પેઈન્ટ, ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસ અને સનફામર્નિા શેરો ઘટયા છે.
બીજી બાજુ ડોલરની સરખામણીએ પિયો આજે મજબૂતી સાથે ખુલ્યો છે. પિયામાં 5 પૈસાના વધારા સાથે 64.79 ઉપર કારોબાર કરી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL