જીએસટીને સરળ બનાવો: કેન્દ્ર–રાય સરકારોને બોમ્બે હાઈકોર્ટની તાકીદ

February 13, 2018 at 11:13 am


જીએસટી કઈ પ્રકારની ગુચવણો ધરાવે છે અને તેને દૂર કરવા માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવે છે આમ છતાં હજુ લોકોમાં અને ખાસ કરીને વેપારી વર્ગમાં અસંતોષ છવાયેલો છે ત્યારે એક પિટીશનની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ મુદ્દે સરકારનો કાન આમળ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જીએસટી ટેક્સ ફ્રેન્ડલી નથી, તેમાં સરકાર જલ્દીથી સુધારો કરે. જીએસટીને લોકોના હિસાબે આસાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂર પગલાં ભરે. જસ્ટિસ એસ.સી.ધર્મિધિકારી અને જસ્ટિસ ભારતી ડાગરેની બેંચે ઓટોમેટિક મશીન બનાવનારી એક કંપ્ની તરફથી દાખલ કરાયેલી પિટીશનની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. બેંચે હાલ આ મામલે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી છે.
પિટીશન દાખલ કરનાર કંપ્નીએ દાવો કર્યો કે જીએસટી નેટવર્કમાં તેને એક્સેસ જ નથી મળી રહ્યું. જેથી તેઓ પોતાનું રિટર્ન અને ટેક્સ નથી ભરી શકતા. તેનાથી તેમના વ્યવસાયને પણ ઊંધી અસર પડે છે.
આ અંગે બેંચે કહ્યું કે સરકાર જીએસટી પોર્ટલની એક્સેસ સાથે જોડાયેલી પરેશાની માટે ફરિયાદ ઉકેલ અંગેની સિસ્ટમ બનાવે કે જેથી લોકોને મુશ્કેલી પડે તો પોતાની પરેશાની સોલ્વ કરી શકે.
બેંચના જણાવ્યા મુજબ, જીએસટીને ત્યારે જ સફળ માનવામાં આવશે જ્યારે લોકો સહેલાયથી તેના પોર્ટલ પર પહોંચીને પોતાનું રિટર્ન ફાઈલ કરી શકે. કોઈપણ જાતની મુશ્કેલી વગર પોતાના ટેક્સનું પેમેન્ટ કરી શકે.
બેંચે કહ્યું કે ટેક્સ માટે બનાવવામાં આવેલી નવી સિસ્ટમમાં મુશ્કેલી હોવી તે આપણાં દેશની ઈમેજ અને પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. ખાસ ત્યારે જ્યારે આપણે અહીં વિદેશી રોકાણકારોને આમંત્રણ આપીએ છીએ.

print

Comments

comments

VOTING POLL