જીએસટીમાં થયેલા સુધારાને દેશની જનતાએ આવકાર્યો: મોદી

October 7, 2017 at 1:04 pm


ભૂમિપૂજન કયર્િ બાદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં એમ કહ્યું હતું કે, આ બ્રિજ એ માત્ર બેટ પહોંચવા માટેનો રસ્તો નથી પરંતુ વિકાસનો એક નવો માર્ગ છે અને સર્વાંગી વિકાસની સુવિધા છે. માછીમારો અને એમના પરિવારજનોના કલ્યાણની પણ સરકારની નેમ છે અને એમનો વિકાસ પણ જરી છે. વડાપ્રધાને આ તકે એવી જાહેરાત કરી હતી કે, માછીમારોને અદ્યતન બોટ ખરીદવા માટે સરકાર લોન આપવાની સુવિધા કરી આપશે અને આ માટેની સમગ્ર નીતિ ટૂંક સમયમાં જાહેર થશે. વડાપ્રધાને કહ્યું કે, જીએસટીમાં ગઈકાલે થયેલા સુધારા અને રાહતોના વરસાદને દેશભરની જનતાએ આવકાયર્િ છે અને તેનું સ્વાગત કર્યું છે અને 15 દિવસ પહેલાં જ જાણે દેશમાં દિવાળી આવી ગઈ હોય તેવો ઉમંગનો માહોલ છવાયો છે.

વડાપ્રધાને કહ્યું કે, દ્વારકામાં આજે હં નવી ચેતનાનો અનુભવ કરી રહ્યો છે અને દ્વારકાવાસીઓને અભિનંદન પાઠવું છું. આજે દ્વારકામાં જે કામ શ થયું છે તે માત્ર બેટમાં પહોંચવા માટેની વ્યવસ્થા નથી પરંતુ આ બ્રિજ સાંસ્કૃતિ વિરાસતને જોડવાની કડી છે અને તેનું કાર્ય આજથી શ થયું છે.
એમણે અગાઉની યુપીએ સરકાર પર અવગણનાનો આરોપ મુકીને કહ્યું હતું કે, યુપીએની સરકારે બેટવાસીઓ માટે કંઈ વિચાર્યું ન હતું. આ બ્રિજથી પ્રવાસનને વેગ મળશે અને દ્વારકા અને બેટ સહિતના સમગ્ર વિસ્તારને આર્થિક લાભ થશે. દ્વારકાના લોકો વધુ વિકાસશીલ બનશે. આજથી 8-10 વર્ષ પહેલાં બેટના લોકોને બહ તકલીફ પડતી હતી અને સૂયર્સ્તિ પહેલાં બધા કામ આટોપી લેવા પડતાં હતા પરંતુ હવે એવું નથી.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, જે દ્વારકાધીના ચરણોમાં દર્શન કરવા આવશે તેને નીરદર્શન કરવાનું મન થાય તે માટે નેશનલ હાઈ-વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને વધુ સુવિધાઓ આપવાનો અમારો પ્લાન છે. આ માત્ર મોદીનું સ્વપ્ન નથી પરતું 125 કરોડ ભારતવાસીઓનું સપ્નું છે. એમણે કહ્યું કે, દ્વારકાની જનતાને હં અભિનંદન આપું છું અને ઝડપી વિકાસ કરે તેવી પ્રાર્થના કરું છું. વડાપ્રધાને ગાંડા વિકાસના ટોણાનો જવાબ આપતા હોય તેમ કહ્યું હતું કે વિકાસ એમનેમ થઈ જતો નથી તેના માટે દિર્ઘદ્રષ્ટિની જર પડે છે અને સંકલ્પ પુરો કરવા માટે જીજાનની બાજી લગાવવી પડે છે.

વડાપ્રધાને માછીમારોના વિકાસ માટે એવી જાહેરાત કરી હતી કે, માછીમાર પરિવારો ઝડપી વિકાસ કરે તે માટે એમને ઓછા વ્યાજદરથી લોન આપવામાં આવશે અને એ લોકો એકથી દોઢ કરોડ સુધીની બોટ માછીમારી માટે ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ત્રણથી ચાર દિવસનું કામ માછીમાર ભાઈઓ બે દિવસમાં જ કરી શકશે.

વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને કહ્યું હતું કે, વડાપ્રધાનના કારણે ગુજરાતનો સાર્વત્રિક વિકાસ થયો છે અને એક પછી એક ગુજરાતમાં વિકાસકતર્િ કામો શ થઈ રહ્યા છે. કયાંક કામો પૂર્ણ થયા છે અને હજુ પણ નવા નવા પ્રોજેકટ ગુજરાતને મળવાના છે. એમણે પણ કહ્યું હતું કે, અગાઉની યુપીએ સરકારે ગુજરાતની અવગણના કરી હતી પરંતુ નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા બાદ દરેક પ્રકારે ગુજરાતને ફાયદો મળી રહ્યો છે.

નીતિન ગડકરી
આ તકે ખાસ હાજર રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ગુજરાતની જનતાને અને ખાસ કરીને દ્વારકાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વધુને વધુ વિકાસ ગુજરાતનો થશે તેવી ખાતરી આપી હતી અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચારધામ પૈકીના એક એવા દ્વારકાના જગત મંદિરમાં શિશ ઝુકાવીને ગુજરાતના બે દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો, નિયત સમયે જામનગર ખાતેના એરફોર્સ મથક પર વડાપ્રધાન આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના કાફલાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું અહીંથી હેલીકોપ્ટરમાં બેસીને વડાપ્રધાન સીધા દ્વારકા જવા રવાના થયા હતા અને દ્વારકાના હેલીપેડથી દર્શન કરવા માટે જગત મંદિરમાં પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને ત્યારબાદ દ્વારકાના ક્રિસ્ટલ મેદાન ખાતે સભાને સંબોધવા માટે આવી પહોંચ્યા હતા, સભા સ્થળે ગુજરાત ભાજપ્ના મોટા ભાગના દિગ્ગજો ઉપસ્થિત રહયા હતા.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી પહોંચતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જીલ્લા કલેકટર રવિશંકર અને એસપી પ્રદિપ શેજુળ, એરફોર્સના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું અને વાયુસેનાના હેલીકોપ્ટરમાં તેઓ દ્વારકા જવા રવાના થયા હતા.

વડાપ્રધાન દ્વારકા આવી પહોંચતા તેમનું હેલીપેડ ઉપર સ્વાગત કરવામામં આવ્યુ હતું વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનો કાફલો જોડાયો હતો, આ સમયે મંત્રી ચિમનભાઇ સાપરીયા, બાબુભાઇ બોખીરયા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, વસુબેન ત્રિવેદી, પુર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, મુળુભાઇ બેરા, કાળુભાઇ ચાવડા, જામનગર ભાજપ્ના શહેર અઘ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મેયર પ્રતિભાબેન કનખરા, ડે. મેયર ભરત મહેતા, સ્ટે. કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપુત, નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક દિવ્યેશ અકબરી, જીલ્લા પોલીસ વડા પારગી, રોહન આનંદ, ડીડીઓ રાજેન્દ્ર રાવલ, મુકેશ પંડયા, કેતન જોશી, તથા મોટી સંખ્યામાં ભાજપ્ના કાર્યકરો હાજર રહયા હતા.

print

Comments

comments

VOTING POLL