જીએસટીમાં મોબાઇલ સ્કવોડ શરૂ કરાશે તો ટેકસમાં મોટાપાયે ચોરી થવાની સંભાવન

October 12, 2017 at 3:15 pm


જીએસટીનો અમલ થતાં તેમજ દેશના રાયોનો સમાન વિકાસ કરવાના હેતું થી સરકાર દ્રારા રાજયની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મોબાઇલ સ્કવોર્ડ દ્રારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. મોબાઇલ સ્કવોડ કાર્યરત થશે તો ટેક્ષની ચોરીનું પ્રમાણ વધવાની સંભાવના જીએસટીના એક અધિકારીએ વ્યકત કરતા જણાવ્યું હતું.
દેશમાં દરેક રાજયનો સમાન વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્રારા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)નો કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જીએસટીનો અમલ સરળતાથી થાય અને રાજય વચ્ચેના વિકાસમાં કોઇ અવરોધ ન થાય તે માટે થઇને સરકાર દ્રારા રાજયની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટો સંપૂર્ણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ચેક પોસ્ટની જગ્યાએ મોબાઇલ સ્કવોડ કાર્યરત થશે. આ બાબતે જીએસટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજયમાં મોબાઇલ સ્કવોડ કાર્યરત કરવામાં આવશે તો ટેક્ષ ચોરીનું પ્રમાણ વધવાની શકયતા છે કારણ કે મોબાઇલ સ્કવોડ ગમે તે સ્થળે ચેકીંગ હાથ ધરી શકે છે એવા પણ ડર વ્યકત કર્યેા હતો કે ચેકપોસ્ટો ઉપર ટેક્ષની જે ચોરી થતી હતી તેમાં બે થી ત્રણ ગણું ટેક્ષ ચોરીનું પ્રમાણ વધી શકે છે મોબાઇલ સ્કવોડ કાર્યરત થવાથી તેમ અંતમાં જણાવ્યું હતું.
રાજય સરકાર દ્રારા ગુજરાતમાં ૧ર મોબાઇલ સ્કવોડ કાર્યરત કરવામાં આવશે જેનું મોનીટરીંગ રાજયના બાર ડિવિઝનો ઉપરથી કરવામાં આવશે ટૂંક સમયમાં જ મોબાઇલ સ્કવોડ કાર્યરત થશે તેવું જીએસટી અધિકારીએ જણાવ્યું હતું હાલ ચેક પોસ્ટો ઉપર ૬ મહિના સુધી કોઇપણ જાતની ચેકિંગની કાર્યવાહી ન કરવા સરકાર દ્રારા સુચના આપવામાં આવી છે. ચેક પોસ્ટો ઉપર ફરજ બજાવતા અધિકારીઓ હાલ નવરા ધૂપ બેઠા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

print

Comments

comments

VOTING POLL