જીએસટી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા નીતિન પટેલ દિલ્હીમાં

October 6, 2017 at 12:08 pm


દેશના તમામ રાજ્યોના નાણામંત્રીઓની બેઠક દિલ્હીમાં મળી રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં જીએસટીની અમલવારીને લઈને નકારાત્મક ફિડબેન્ક મળી રહ્યા છે. આ ફીડબેન્કના આધારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી ભાજપ માટે ખૂબ અઘરી છે. ભાજપ્નું વર્ચસ્વ છે. તેવી તમામ બેઠકો પરથી લેવાયેલા ફીડબેન્કમાં નોટબંધી, જીએસટી જવાબદાર છે. નાણામંત્રી અણ જેટલીએ જીએસટીના ઉહાપોહ વચ્ચે વિકાસ જોઈતો હોય તો જીએસટી ભરવો પડે તેવા નિર્વદને બળતામાં ઘા હોમવાનું કામ કર્યુ. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક રાહતોની જાહેરાત કરવી પડી છે અને આજે મળી રહેલી જીએસટી કાઉન્સિલની બેઠકના અંતે કેટલીક રાહતોની જાહેરાત કરવામાં આવશે તે વાત નિશ્ર્ચિત છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીમાંથી પેટ્રોલ-ડીઝલને બાકાત રાખવામાં આવ્યા છે તેને જીએસટી હેઠળ લેવામાં આવે તો રાજ્ય સરકારોએ ગુમાવવી પડતી આવકોને લઈને તમામ રાજ્યો કોઈ વધારાની આવક થાય તેવા પ્રકારનું આયોજન વિચારીને નિર્ણય લેવામાં આવશે.

ઉપરાંત જીએસટી ભરવા પાત્રતા ધરાવતા વેપારીઓની ટર્નઓવર મયર્દિા 75 લાખથી વધારીને 1.50 કરોડ કરવામાં આવે તેવી સંભાવના છે. જીએસટી માટે ભરવાના થતા રિટર્નને લઈને કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવશે. કપડા માર્કેટ, ઈલેકટ્રોનિકસ વેપારીઓ, જથ્થાબંધના વેપારીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા જીએસટીની અસરથી બચી શકયા નથી. દિવાળી જેવા તહેવારમાં પણ બજારમાં તેજીનો માહોલ દેખાતો નથી. નાણાકીય આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારી વધી રહી છે. તેવા સંજોગોમાં લોકોની બચત અને ઘરનું બજેટ ડામાડોળ થયું છે.

print

Comments

comments

VOTING POLL