જીએસટી: ગુજરાત માટે લાભદાયી

October 9, 2017 at 6:01 pm


જીએસટી કાઉન્સિલે કરેલી સુધારિત વેરાની ભલામણોની જાહેરાત નાણાંપ્રધાને કરી છે અને તેને કારણે વેપારી વર્ગને રાહત મળી છે. અસંખ્ય વસ્તુઓમાંથી ૨૭ ચીજવસ્તુઓના કરવેરાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં ડીઝલ એન્જિનના પૂર્જાઓથી માંડી, ખરીદ–વેચાણ, જોબવર્ક અને ફરસાણ, ખાખરા, સાદા પાપડ અને પેક કરેલી ખાધ ચીજોને પણ આવરી લેવાઈ.

હવે સમગ્ર રાહતના ચિત્રને નીરખીએ તો તેમાં ગુજરાતમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીનો રગં પણ જોવા મળતો હોય તેવું લાગે. એવું ન પણ હોય! પણ ના જ હોય એમ પણ કહી શકાય નહીં! કારણ કે જીએસટી કાઉન્સિલે ગુજરાતના ઉત્પાદકો અને નિકાશકારોને ધ્યાનમાં લીધા હોવાનું જણાય છે. તેમાં હાથ વણાટની વસ્તુઓ, સિન્થેટિક યાર્ન અને ફાઈબર એ ગુજરાતમાં માનવશકિત દ્રારા ઉત્પાદિત વસ્તુઓ છે. સૌથી વધારે ધ્યાન ખેંચે છે, ખાવાની બે વસ્તુઓ, ખાખરા અને પાપડનો સમાવેશ, જે ગુજરાતનું ઉત્પાદન, ગુજરાતીઓનો શોખ અને જરિયાત ગણાય છે, જેના પર હવે માત્ર પાંચ ટકા જ જીએસટી લાગુ પડશે. એમ બધું મળીને ૨૭માંથી ૮ વસ્તુઓ ગુજરાતને વધુ સ્પર્શે તેવી આવરી લેવામાં આવી છે. જેનો ૭ ટકા દર ઘટાડવામાં આવ્યો છે, તો મોરબી અને વડોદરા જેનાં મુખ્ય મથક ગણાય છે, તેવા સ્ક્રેપ આફ ગ્લાસ અને અન્ય આનુસાંગિક કચરાને પણ રાહત આપવામાં આવી છે.
નાના અને મધ્યમવર્ગના ઉધોગોની સંખ્યા સમગ્ર દેશમાં ૧.૦૫ કરોડની છે, જેમાંથી પાંચ લાખ ૩૦ હજાર ૩૧૪ ઉધોગો ગુજરાતમાં આવેલા છે. છ ટકા જેટલી આપવામાં આવેલી કર રાહતનો લાભ પણ એ રીતે ગુજરાતના નાના નાના ઉધોગકારોને મળશે. નોટબંધી અને ત્યાર પછી લાદવામાં આવેલા જીએસટીથી આમાંના ૪૦ ટકા ઉધોગોને સહન કરવું પડું હતું. માનવશકિત દ્રારા સંચાલિત ફાઈબર ટેકસટાઈલ યુનિટસને તેની માઠી અસર થતાં બેરોજગારીની સમસ્યા પેદા થઈ હતી. માત્ર સુરત એક જ શહેરનું ઉદાહરણ લઈએ તો ત્યાં એસએસઆઈ એકમોની ખૂબ જ ખરાબ હાલત થઈ હતી, યાં દરરોજ . ૧.૨૫ કરોડનું બધા એકમોનું મળીને નુકસાન થતું હતું. એ માત્ર જુલાઈ મહિનામાં જીએસટી લાગુ કર્યા પછીની સ્થિતિ છે. હવે આવી જ હાલત જો ચાલુ રહે તો આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર માટે ફરીથી સત્તા પર આવવામાં મુશ્કેલી સર્જાત એટલું જ નહીં તેની અસર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પર પણ પડત. જીએસટીમાં, ગુજરાતના મહત્ત્વના ક્ષેત્રોમાં રાહત જાહેર કરીને કેન્દ્ર સરકારે જખમ ઝાવવાનો પ્રયાસ કર્યેા છે, તેવું કોઈને પણ સ્પષ્ટ્રપણે જોવા મળે! દેશનાં મહત્ત્વના છ રાયો મહારાષ્ટ્ર્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાતના ઈકોનોમિક ઝોનમાં આ બધાં રાયોના ત્રણ ચતુથાશ જેટલા હિસ્સાના ફાળા સાથે ગુજરાત મોખરે હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલા માટે ગુજરાત તરફ મીઠી નજર રાખવી નાણાપ્રધાન માટે જરી બાબત હતી. આમ આ સમગ્ર ચિત્ર જોતાં એમ જર કહી શકાય કે જીએસટીમાંની આઠ ચીજો અને નાના ઉધોગોમાં રાહત આગામી ચૂંટણીના કારણે અપાઈ હોઈ શકે

print

Comments

comments

VOTING POLL