જીએસટી: જુલાઇનું રિફંડ દિવાળી પહેલા વેપારીઓના ખાતામાં જમા થશે

October 12, 2017 at 3:25 pm


જીએસટીને અમલ થયા બાદ જીએસટીમાં શઆતના તબક્કામાં સોફટવેરમાં ટેકનીકલ ખામીઓના કારણે વેપારીઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાના રીફંડ મેળવવા માટે પણ હાલાકી ભોગવવી પડી હતી જેમાં સરકારે રાહત આપતા દિવાળી પહેલા જુલાઇ માસનું રીફંડ વેપારીઓના ખાતામાં જમા થશે તેવુ જણાવતા વેપારીઓને રાહત થશે અને સૌરાષ્ટ્રના 1500થી વધુ વેપારીઓના સલવાયેલા રીફંડ પરત મળશે તેવું જાણવા મળી રહ્યું છે.
જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓમાં મુંઝવણ વધી હતી કારણ કે વેટમાંથી નવી સિસ્ટમમાં જવા માટે અપૂરતી સમઝણને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સોફટવેરની ખામીને કારણે ઘણ વેપારીઓને જીએસટી નંબર, પાસવર્ડ મેળવવામાં તકલીફ પડી હતી અને ઘણા વેપારીઓના રીફંડ પણ સલવાયા હતા. વેપારીઓને સમયસર રીફંડ નહીં મળતા વેપાર ઉધોગ ઉપર માઠી અસર પડી હતી અને ઘણી પેઢીઓને ઉઠી જવાના દિવસો પણ આવ્યા હતા. સરકાર દ્વારા સમગ્ર પરિસ્થિતીની સમીક્ષા કરી જીએસટીમાં નવા ફેરફાર કરાતા વેપારીઓને થોડાઘણા અંશે રાહત મળી હતી.
વેપારીઓના અટવાયેલા રીફંડ મેળવવા માટે સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા વેપારીઓના જુલાઇ માસના રીફંડ તા.10 ઓકટોબરથી વેપારીઓના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ સોફટવેરમાં ખામીના હિસાબે રીફંડ જમા થઇ શકયા ન હતા પરંતુ દિવાળી પહેલા દરેક વેપારીના ખાતામાં જુલાઇ માસનું રીફંડ જમા થઇ જશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં 1500થી વધુ વેપારીઓના ખાતામાં ઇ-પેમેન્ટ દ્વારા રીફંડ જમા થઇ જશે. વેપારીઓ માટે આ રાહતના સમાચાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL