જીએસટી બાદ હવે ભાવવધારો થશે તો નોટબંધી જેવા અપજશના પોટલા સરકાર પર મુકાશે: Mr. Prime Minister બી કેરફુલ

July 3, 2017 at 8:47 pm


At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history. આ શબ્દો 1947માં 14મી ઓગષ્ટના મધરાત્રે સંસદના એ સમયના ક્ધસ્ટીટયુઅન્ટ એસેમ્બલીમાં અને અત્યારના સેન્ટ્રલ હોલમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેએ ઉચ્ચાયર્િ હતાં અને ત્યારે દરેક ભારતવાસીની છાતી ગૌરવથી ભરાઈ ગઈ હતી અને આંખમાં હર્ષના આંસુ છલકાઈ ઉઠયા હતાં. નહેજીની આ સ્પીચને ટ્રીસ્ટ વીથ ડેસ્ટીની સ્પીચ કહેવામાં આવે છે. તે ખરેખર ઐતિહાસિક હતી. બ્રિટીશ પિંઢારાઓના જુલ્મમાંથી દેશની આઝાદીની ખુમારીવાળી જાહેરાત આ રીતે થઈ હતી અને આ જ સેન્ટ્રલ હોલમાં 30મી જુનની મધરાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ દેશના સૌથી મોટા આર્થિક સુધારા તરીકે જીએસટી લાગુ કર્યો હતો અને તેને લોંચ કરી દીધો હતો. 1947માં દેશને બેઈમાન અને અત્યાચારી બ્રિટીશરોની ગુલામીમાંથી આઝાદી મળી હતી અને 2017માં 30મી જુનની મધરાત્રે દેશની જનતાને ટેકસના ટેરરમાંથી સ્વતંત્રતા મળી ગઈ છે. સેન્ટ્રલ હોલમાં જીએસટીનું લોંચીંગ એટલા માટે જ રાખવામાં આવ્યું હતું કે 1947ની એ મિડનાઈટને આપણે યાદ કરીએ અને દેશની આર્થિક પ્રગતિના ડંકા વગાડતા જીએસટીના લોંચીંગ સમયે જ તેની યાદ તાજી કરીએ. માથાના વાળ જેટલા ટેકસ આપણા દેશમાં વસુલવામાં આવી રહ્યા છે પરંતુ હવે સીંગલ ટેકસમાં આખી બાજી સમેટી લેવામાં આવી છે. એક રીતે જોઈએ તો ગરીબો અને સામાન્યજન પર જો બોજ ન પડે તો જીએસટી ખરેખર એક ઐતિહાસિક પગલું છે અને તેની સરાહના થવી જોઈએ. વડાપ્રધાને પોતાના પ્રવચનમાં આ વાતની ચોખવટ પણ કરી છે કે જીએસટી દેશમાં લાગુ કરવામાં કોઈ એક સરકારને શ્રેય જતો નથી પરંતુ બધી જ સરકારોએ કરેલા પ્રયાસોનું એક સુખદ પરિણામ આપણી સામે આવ્યું છે. વડાપ્રધાનના આ શબ્દો બાદ હવે વિરોધપક્ષનો ઈગો ઓગળી જવો જોઈએ પરંતુ કમનસીબે એવું થયું નથી અને મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા તેની ટીકા ચાલુ જ રાખવામાં આવી છે. રાહલ ગાંધીએ તો એમ કહ્યું છે કે ઈનકોમ્પીટન્ટ સરકાર છે માટે જીએસટીના લોંચીંગને અમારો ટેકો નથી. રાહલ ગાંધીએ સમજવું જ પડશે કે યોગ્ય કે અયોગ્ય સરકારના સરવાળા બાદબાકી કરવાનો આ અવસર નથી બલ્કે દેશને અર્થતંત્રના એક નવા યુગમાં પ્રવેશ કરાવતા જીએસટીને આવકારવાનો એક ગોલ્ડન સમય છે

.

આ જીએસટીનું મિકેનીઝમ દેશને એક કોમન માર્કેટમાં ફેરવે છે. જો કે જીએસટીની સામે વિરોધનો વંટોળ પણ સારો એવો થઈ રહ્યો છે અને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યા છે.

અર્થતંત્રના નિષ્ણાતો પોત પોતાની રીતે ચશ્મા લગાવીને પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો એમ માને છે કે આ જરાક ઉતાવળીયે લેવાઈ ગયેલું પગલું છે. પ્રારંભિક તબકકામાં મુશ્કેલીઓ પડવાની છે. એમની દલીલ એવી છે કે આ નવી ટેકસ સિસ્ટમ માટે જરી એવું ઈન્ફ્રાસ્ટ્રકચર હજુ તૈયાર નથી. દેશમાં જાણે જીએસટી માટે કોઈ તૈયાર જ નહોતું તેવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોનું સુચન એવું છે કે પહેલી સપ્ટેમ્બરે પણ લોંચ થઈ શકતું હતું જયારે અન્ય નિષ્ણાતોનું નિદાન એમ કહે છે કે દેશના ગ્રોથરેટમાં એક થી બે ટકા સુધીનો વધારો કરશે.
જો કે સૌથી ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે જીએસટી દેશમાં લાગુ થઈ ગયો છે ત્યારે જેના પર ટેકસ ઓછો છે તેવી ચીજવસ્તુના ભાવમાં વિક્રેતાઓ, વેપારીઓ, રીટેલરો વધારો ન કરે તો સાં. સરકાર એમના પર ભરોસો રાખી રહી છે કે ઓછા ટેકસથી મળનારો લાભ કંપ્નીઓ ગ્રાહકોને આપે પરંતુ આપણા દેશમાં આવી ઈમાનદારીની અપેક્ષા કેટલા અંશે વ્યાજબી ગણાય? સવાસો કરોડની વસતીના દેશમાં ફકત એક ટકા લોકો જ ટેકસ ભરવાનો ધર્મ બજાવે છે ત્યાં આવી ઈમાનદારીની અપેક્ષા શું ખુદ આપણી જાત સાથે ધોખો નથી ? નવી સિસ્ટમ ભાવવધારો જો કરશે તો તે સરકાર માટે રાજકીય રીતે આત્મઘાતી પગલું પુરવાર થશે.

કેટલાક એકસપર્ટ એવો ભય પણ દશર્વિી રહ્યા છે કે નોટબંધી વખતે જે સ્થિતિ થઈ હતી તેવી જીએસટી લાગુ કયર્િ બાદ ન થાય તેની તકેદારી સરકારે સતત રાખવી પડશે. નોટબંધી બાદ બેન્કોએ, સહકારી બેન્કોએ અન્ય નાણાકીય સંસ્થાઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનોએ ચાર્ટડ એકાઉન્ટન્ટોને કોથળા ભરીને પિયા દીધા હતા અને પોતાની બાજી સુધારી લીધી હતી અને સરકારને અપજશ અપાવ્યો હતો પરંતુ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં લોકોએ નોટબંધીને સમર્થન આપી દીધું એટલે મોદી સરકારની લાજ બચી ગઈ હતી.
હવે જીએસટી દેશમાં લાગુ થઈ ગયા બાદ કારણ વગરનો ભાવવધારો નહીં થાય તેની ખાતરી કોઈ આપી શકે એમ નથી અને જો એમ થશે તો નોટબંધી જેવું જ પાછું ચિત્ર ઉભું થશે અને સરકારને અપજશના પોટલા મળશે.

કેટલાક લોકોની દલીલ એવી છે કે જીએસટીથી ગેરફાયદા પણ ઘણા થવાના છે અને ઈન્સ્પેકટર રાજ પાછું દેશમાં આવી જશે કારણકે જીએસટીમાં નફાખોરી વિરોધી બોડીની રચના કરવાની જોગવાઈ છે અને આ બોડી હેઠળના ઓફીસરો વેપારીઓની હેરાનગતિ કરી શકે એમ છે. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ આ પ્રકારના ભયસ્થાનો દશર્વ્યિા છે અને જીએસટીની આકરી ટીકા કરી છે.
એમણે કહ્યું છે કે કોંગ્રેસની બ્લુપ્રિન્ટ મુજબની આ જીએસટી નથી તેમાં ઘણી ત્રુટીઓ છે અને કારણ વગર ઉતાવળે તેને લોંચ કરવામાં આવ્યું છે. આ જીએસટીની જે વ્યવસ્થા છે તેનાથી દેશમાં ફુગાવો વધશે અને કોમનમેનની હેરાનગતિ વધી જવાની છે. બીજી બાજુ સરકાર સાફ શબ્દોમાં વારંવાર કહી ચુકી છે કે ગરીબો માટે, સામાન્યજન માટે જીએસટી ફાયદાકારક રહેશે કારણકે એમના પર કોઈ બોજ રાખવામાં આવ્યો નથી.

print

Comments

comments

VOTING POLL