જીએસટી મુદ્દે મનપાના કોન્ટ્રાકટર્સ આક્રમક

July 17, 2017 at 4:17 pm


રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર્સ પણ હવે જીએસટીના મુદ્દે આક્રમક બન્યા છે અને સરકારી કોન્ટ્રાક્ટર્સની રાજ્યવ્યાપી હડતાલના પગલે તેઓ પણ રાજકોટમાં હડતાલ પાડવાના હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને બ્રિજ અને આવાસ યોજનાઓ સહિતના પ્રોજેક્ટસના કોન્ટ્રાક્ટર્સની સંભવિત હડતાલના પગલે અટકી પડવાની ભીતિ સર્જાઈ ગઈ છે.
દરમિયાન આ સંદર્ભે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો કોન્ટ્રાક્ટર્સ હડતાલ પાડશે તો તેમની સામે ટેન્ડરની ટર્મ્સ એન્ડ કંડીશન્સ મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બ્રિજ અને આવાસ યોજનાના પ્રોજેક્ટસમાં કોઈ પણ પ્રકારનો અવરોધ સાંખી લેવામાં નહીં આવે.

print

Comments

comments

VOTING POLL