જીએસટી રિટર્ન સરળ બનાવવા સરકાર ખરડો લાવશે

June 12, 2018 at 11:43 am


કેન્દ્ર સરકાર હવે જીએસટી રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સંસદના ચોમાસુ સત્રમાં એક ખરડો લાવવાની તૈયારી કરી રહી છે.
સૂચિત ખરડા હેઠળ જીએસટીને લઈને ફેલાઈ ગયેલી તમામ ભ્રમણાઓ, શંકાઓ દૂર થઈ જશે. આ ખરડા મારફત નાના વેપારીઓને પણ લાભ આપવામાં આવશે.
નાના વેપારીઓ પોતાની મહેસૂલી આવકના આધારે જ કરનું ચુકવણું કરે તેવી વ્યવસ્તા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી હેઠળ સરકાર 3ને બદલે 1 જ રિટર્ન લાવવાની કવાયત કરી રહી છે.
આ બધા ફેરફારો થઈ જશે ત્યારબાદ વેપારી વર્ગને રાહત થઈ જશે, કારણ કે, એમરૂ જીએસટી-આર-ટુ અને જીએસટી આર-3 ભરવાની જર રહેશે નહીં.
અત્યારે 3 રિટર્ન ભરવાની વ્યવસ્થા છે પરંતુ કેન્દ્ર સરકારે નાના વેપારીઓને કામચલાઉ છૂટ આપેલી છે. જીએસટી પરિષદે ગત મે માસમાં જ રિટર્ન સરળ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
આ નવી વ્યવસ્થા હેઠળ નાના વેપારીઓએ ત્રિમાસિક રિટર્ન ભરવાનું રહેશે. અત્યારે જીએસટી પરિષદનું ધ્યાન ટેકસમાં બદલાવને બદલે સીસ્ટમને સરળ બનાવવા તરફ છે.
કેન્દ્રસરકારનો સતત એવો પ્રયાસ રહ્યો છે કે, ટેકસ રિફંડની પ્રક્રિયા ગતિશીલ બને અને કરચોરી રોકાઈ જાય.

print

Comments

comments

VOTING POLL