જીઓને ટક્કર આપવા બીએસએનલ લાવશે ૨૦૦૦ રૂપિયામાં મોબાઈલ

September 19, 2017 at 10:55 am


રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેકસ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત ૨૦૦૦ પિયાની આસપાસ હશે. એક ટોચના એકિઝકયુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની કિંમત ૨,૦૦૦ .ની આસપાસ હશે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. જોકે આ મામલે બીએસએનએલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ વિશેની કોઈ જણકારી નથી મળી.
નોંધનીય છે કે રિલાયન્સ જિયોએ પોતાનો ૪જી ફિચર ફોન લોન્ચ કર્યેા હતો જેની ડિલીવરી ૨૧ સપ્ટેમ્બરથી શ થવાની છે. કંપની પોતાનો ૪જી ફિચર ફોન ફ્રીમાં આપી રહી છે પણ એક શરત પ્રમાણે સિકયોરિટી તરીકે ૧,૫૦૦ . આપવા પડશે. આ માટે પ્રી બુકિંગ વખતે ૫૦૦ . અને ફોનની ડિલીવરી વખતે ૧,૦૦૦ . દેવા પડશે.

કંપની ત્રણ વર્ષ પછી આ ૧,૫૦૦ . યુઝરને પરત આપશે, પણ એ માટે શરત એ છે કે ફોન પણ પરત કરવો પડશે. જો યુઝર ફોન પરત નહીં કરે તો પૈસા નહીં મળે. આ ફોન સાથે જિયો લાઇફટાઇમ ફ્રીમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL