જીતુભાઇ વાઘાણી દ્વારા સવા લાખ પતંગોનું વિતરણ

January 11, 2017 at 3:01 pm


છેલ્લા ચાર વર્ષથી ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણી થતી આવી છે ત્યારે આ પાંચમાં વર્ષે પણ ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.1 થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાથ}આે અને વિદ્યાથ}નીઆે તેમજ શહેરના છેવાડે આવેલ ઇિન્દરાનગર તેમજ નારી અને વરતેજ ખાતે ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત શાળાના બાળકો તદુપરાંત શહેરમાં લાલ ટાંકી ખાતે આવેલ બાલાશ્રમના અનાથ બાળકો, ખી.લ.મહેતા બહેરામુંગા સ્કૂલ અને અંકુર સ્કૂલના વિદ્યાથ}આે, આમ કુલ મળીને વીસેક હજાર બાળકોને આગામી મકરસંક્રાંતિ નિમિત્તે સવા લાખ પતંગોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, પૂર્વ મેયર બાબુભાઇ સોલંકી, ભાજપ અગ્રણી ભરતસિંહ ગોહિલ, ગીરીશભાઇ શાહ સહિતના આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને ઉદ્યાેગપતિઆે, વેપારીઆેની ઉપિસ્થતિ રહી હતી.

print

Comments

comments

VOTING POLL