જીવરાજપાર્કમાં કારખાનેદારના પત્નીનો ઝેર પી આપઘાત

March 13, 2018 at 4:03 pm


કાલાવડ રોડ પાસે જીવરાજ પાર્કમાં રહેતા પટેલ કારખાનેદારના પ્રૌઢ વયના પત્નીએ ગતરાત્રે તેના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. પગના દુ:ખાવાથી કંટાળી તેમણે આ પગલું ભયુંર્ હતું.

પોલીસે જણાવ્યું કે, જીવરાજપાર્કમાં રહેતી શારદાબેન વલ્લભભાઈ કરડાણીયા ઉ.વ.૫૦એ ગતરાત્રે તેના ઘરે વિષપાન કરી જીંદગી ટુંકાવી લેતાં કારખાનેદાર વલ્લભભાઈના પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી તાલુકા પોલીસને ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ‘પગના દુ:ખાવાથી કંટાળીને આ પગલું ભરૂ છું, ઘરના કોઈ સભ્યોને હેરાન કરશો નહીં’ એ પ્રકારનું લખાણ વાંચવા મળ્યું હતું.

print

Comments

comments

VOTING POLL