જુગાર રમતા હાદાનગરના છ શખ્સો રૂા.71 હજારની મતા સાથે ઝબ્બે

August 12, 2017 at 12:59 pm


રંગોલી પાર્ક નજીક પેટ્રાેલ પંપ પોસ ખુલ્લી જગ્યામાં
પોલીસે જુગારધારા હેઠળ ગુનો નાેંધી હવાલાતમાં ધકેલી દીધા

વરતેજના રંગોલી પાર્ક પાસે આવેલા પેટ્રાેલ પંપ પાસે મોડીરાત્રે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા. 71 હજારની મતા સાથે વરતેજ પોલીસે ઝડપી લીધા છે. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસના ભયપાલસિંહ જુવાનસિંહ અને સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે રંગોલી પાર્ક પાસે આવેલા પેટ્રાેલ પંપ પાસે અમુક ઇસમો જાહેરમાં હારજીતનો જુગાર રમે છે.
જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને લઇ વરતેજ પોલીસે મોડીરાત્રીના દોઢ વાગે દરોડો પાડી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા સંજય ભાનુશંકર જોશી, હરપાલસિંહ વીરસીગ ચૌહાણ, જયરાજ રાજુભાઇ સોલંકી, રવિ રમેશભાઇ સોલંકી,દિલજીત કેશુભાઇ પરમાર અને નવલ જીણાભાઇ ડોડીયા રહે. તમામ હાદાનગરવાળાને રોકડા રૂા. 24430 તથા એક બાઇક અને 4 મોબાઇલ ફોન મળી કુલ રૂા.70903 ની મતા સાથે ઝડપી લીધા હતા. પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહે જાહેરમાં જુગાર રમતા ઝડપાયેલા તમામ છ શખ્સો વિરૂધ્ધ વરતેજ પોલીસમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો દાખલ કરાવી હવાલાતમાં ધકેલી દીધા છે.

print

Comments

comments

VOTING POLL