જુડવા-2 ફિલ્મ મારફતે ફરી વાર જાદુ જગાવીશુ : જેક્લીન

April 20, 2017 at 4:38 pm


બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન નવી ફિલ્મ જુડવા-2માં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે 20 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર જાદુ જગાવવા માટે તૈયાર છીએ. 20 વર્ષ પહેલા સલમાન ખાન અભિનિતિ ફિલ્મ જુડવા રજૂ કરાઇ હતી. જેમાં સલમાન ખાન, કરિશ્મા કપુર અને રંભાની ભૂમિકા હતી. હવે લાંબા ગાળા બાદ ફરી ફિલ્મની સિક્વલ ફિલ્મ બની રહી છે. જુડવા-2માં સલમાનખાનની જગ્યાએ ડબલ રોલમાં વરૂણ ધવન કામ કરી રહ્યાાે છે. રસપ્રદ બાબત એ છે કે 20 વર્ષ પહેલા પણ ફિલ્મના નિદેૅશક તરીકે ડેવિ ધવન હતા. હવે નવી ફિલ્મના નિદેૅશક તરીકે પણ ડેવિડ ધવન છે જો કે નવી ફિલ્મમાં તેમના પુત્ર વરૂણને ફિલ્મમાં લેવામાં આવ્યો છે. વરૂણ પાેતાની બાેલિવુડ કેરિયરની શરૂઆત કરણ જોહરની સ્ટુડન્ટ આેફ ધ યર સાથે કરી હતી.

આ ફિલ્મ બાેક્સ આેફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદથી વરૂણે પાછળ વળીને જોયુ નથી. વરૂણની છેલ્લી આલિયા ભટ્ટની સાથે બદ્રીનાથ કી દુલ્હનિયા રજૂ કરવામાં આવી હતી. જે ફિલ્મ બાેક્સ આેફિસ પર ધારણા કરતા વધારે મોટી સફળતા મેળવી ચુકી છે. જુડવામાં કામ કરવાને લઇને દબાણ અંગે પુછવામાં આવતા જેકલીને કહ્યાુ હતુ કે કોઇ દબાણ નથી. ખુબ શાનદાર ટીમ છે. ફિલ્મમાં તાÃસી પણ કામ કરી રહી છે. અગાઉની જુડવા ફિલ્મ વર્ષ 1997માં આવી હતી. અનુ મલિકે એ ફિલ્મથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. જેમાં બે ગીત ઉંચી એ બિિંલ્ડગ, તન તના ટનનાે સમાવેશ થાય છે. જેક્લીન છેલ્લે ટાઇગર સાથે ફ્લાઇંગ જાટમાં દેખાઇ હતી. જે ફ્લાેપ સાબિત થઇ હતી. જેક્લીન પાસે જુડવા ઉપરાંત પણ કેટલીક ફિલ્મો હાથમાં છે. તેમાં રિલોડેડ, ડ્રાઇવ અને એકોરડિંગ ટુ મેથ્યુ ફિલ્મનાે સમાવેશ થાય છે.

print

Comments

comments

VOTING POLL