જુનાગઢના યુવાને ‘કાજલ સુવા’ નામની ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી ફોટાનો દુરઉપયોગ કર્યેા

July 17, 2017 at 1:24 pm


જુનાગઢના યુવાને ‘કાજલ સુવા’ નામની ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી ફોટાનો દુરઉપયોગ કર્યેા હોવાની પોલીસ ફરિયાદ પોરબંદરના યુવાને નોંધાવી છે.
બોખીરા–તુંબડાના હનુમાન મંદિર પાસે રહેતા રોહીત કાનાભાઇ મોઢવાડિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, જુનાગઢના ગાંધીગ્રામમાં આવેલા ઓડેદરા મેન્સનમાં રહેતા સુરજ જખરાભાઇ મોઢવાડિયાએ ફેસબુકમાં કાજલ સુવાના નામની ખોટી આઇ.ડી. બનાવી હતી અને રોહીત તથા તેના કુટુંબના સભ્યોના અંગત ફોટોગ્રાફસ પરવાનગીવગર મેળવી લઇ, ખરાબ લખાણ સાથે ફેસબુકમાં ખોટી આઇડી બનાવી હતી અને ફોટોગ્રાફનો દુરઉપયોગ કરતા તેની સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬ સી મુજબ ગુન્હો નોંધાતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

print

Comments

comments

VOTING POLL