જુના ત્રંબાેમાં કિશોરીએ અને બિદડામાં યુવાનનાે ગળેફાંસાે ખાઈ આપઘાત કયોૅ

August 28, 2018 at 10:44 pm


રાપર તાલુકાના જુના ત્રંબાેમાં કિશોરીનાે ગળેફાંસાે ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતાે. તાે બીજા બનાવમાં બિદડાના મણીનગરમાં યુવાને ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે.

રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, જુના ત્રંબાેમાં રહેતી નીલાબેન માવજીભાઈ વેરશીભાઈ કોલી (ઉ.વ.14) ઘરેથી નિકળી ગયા બાદ વાડી વિસ્તારમાં ખેતરના સેઢે ઝાડ પર ગળેફાંસાે ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતાે. પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં માંડવી પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, બિદડાના મણીનગરમાં રહેતા મનજીભાઈ નારણભાઈ જોગી (ઉ.વ.37)એ પાેતાના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL