જુનીયર વકીલ સાથે પીએસઆઇ અને હે.કો.દ્વારા ગેરવર્તનના વિરોધમાં બન્ને બારના સભ્યો હડતાલ ઉપર

October 12, 2017 at 2:05 pm


ટ્રાફીક નિયમ ભંગનો દંડ લઇ ગેરવર્તન કરતા બન્ને વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદની તજવીજ

ઘોઘાગેટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. અને હેડ કોન્સ્ટેબલ દ્વારા ભાવનગરના જુનીયર વકીલની સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી ખોટી રીતે રૂા.100 દંડ વસુલ કર્યો હતો તેમજ qક્રમીનલ બાર એસો.ના પ્રમુખ સાથે પણ અપમાન જનક વર્તન કરતા તેના વિરોધમાં બન્ને બાર એસો.દ્વારા સંયુકત મિટીગ મળી હતી અને પોલીસ કર્મીઆે વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ કરવા દોડી ગયા છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘાગેટ પોલીસ ચોકી નજીક ગઇકાલે સાંજના સુમારે જુનીયર વકીલ જી.જી.ગોહિલ તેનું મોટર સાયકલ લઇ ઉભા રહી તેના અસીલ સાથે વાત કરતા હતા ત્યારે ઘોઘાગેટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. મકવાણા અને હેડ કોન્સ્ટેબલ ચંપકસિંહે તેને મોટર સાયકલમાં નંબર પ્લેટ નહી હોવાનું કહી ગાડીના કાગળો માંગતા બન્ને વચ્ચે રકઝક થઇ હતી.
પી.એસ.આઇ.એ વકીલ પાસે ટ્રાફીકના નિયમભંગ બદલ દંડ ભરવાનું કહેતા જુનીયર વકીલ જી.જી.ગોહિલએ qક્રમીનલ બાબ એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ડાભીને બોલાવતા તેઆે ઘોઘાગેટ પોલીસ ચોકીએ દોડી ગયા હતા જ્યાં બન્ને સાથે પોલીસ અધિકારી કર્મચારીએ અપમાનજનક વર્તન કરી જુનીયર વકીલ જી.જી.ગોહિલ પાસેથી રૂા.100 દંડ વસુલ કર્યો હતો.
ભાવનગરના બન્ને વકીલ મંડળ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીના વર્તનના વિરોધમાં મિટીગમાં મળી હતી અને તેમાં સવાર્નુમતે પોલીસના વર્તનને વખોડી કાઢ્યું હતું અને પોલીસ અધિકારી-કર્મચારી વિરૂધ્ધ અત્રેની પાંચમી એડીïનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL