જૂનમાં જીએસટી કલેકશન વધીને રૂા.95,610 કરોડે પહાેંચ્યું

July 2, 2018 at 10:40 am


જીએસટી કલેકશનમાં જૂના મહિનામાં પ્રાેત્સાહક વૃિÙ ચાલુ રહી છે. આ સાથે પહેલી જુલાઇએ જીએસટીના અમલનું એક વર્ષ પુરું થયું છે. ત્યારે જીએસટીની આવક રૂા.1 લાખ કરોડની નજીક પહાેંચી છે. સત્તાવાર આંકડા પ્રમાણે જીએસટી કલેકશન જૂનમાં રૂા.9પ,610 કરોડ થયું છે, જે મે મહિનામાં રૂા.94,016 કરોડ હતું ગયા નાણાકીય વર્ષની રૂા.89,88પ કરોડની માસિક સરેરાશની તુલનામાં જૂનના કલેકશનનો આંકડો ઘણો ઉંચો છે.
કલેકશનમાં સારી વૃિÙને કારણે જીએસટી કાઉિન્સલની આગામી બેઠકમાં 28 ટકાના ટેકસ સ્લેબ હેઠળની ઘણી ચીજોનો વેરો ઘટવાનો અંદાજ છે. ટેકસ પાર્ટનર અભિષેક જૈને જણાવ્યું હતું કે, ચાલુ નાણાકિય વર્ષમાં જીએસટી કલેકશનમાં સ્થિર અને સાતત્યપૂર્ણ વૃિÙ જીએસટીના સારા ટેકસ કમ્પ્લાયન્સની સિિÙ છે. નીતિ ઘડવૈયા વારંવાર જણાવી રહ્યા છે કે, જીએસટીની આવકમાં સ્થિર થશે ત્યારે સરકાર કરવેરાના દરમાં વધુ ઘટાડો કરશે.
કેબિનેટ મંત્રી અરૂણ જેટલીએ રવિવારે ફેસબુક પર જણાવ્યું હતું કે, આગામી સમયના પગલાંમાં કરવેરાના દરનું માળખું વધુ સરળ બનાવવાનો મુદ્દાે સામેલ છે. ઉપરાંત, વધુ પ્રાેડકટ્સને જીએસટી હેઠળ લાવવાનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, આવકમાં સ્થિરતા આવશે ત્યારે જીએસટી કાઉિન્સલ યોગ્ય નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, સરકાર સિગરેટ સહિતની વ્યસન આધારિત પ્રાેડકટ્સ 28 ટકાના ટેકસ બ્રેકેટમાં રાખવામાં માગે છે. જોકે, હજુ પોઇન્ટ્સ અને સિમેન્ટ જેવી ચીજો પણ આ જ સ્લેબમાં છે. તેમને 18 ટકાના ટેકસ બ્રેકેટમાં લાવવાની માગણી થઇ રહી છે. ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, જૂન મહિનાની જીએસટી આવક સૂચવે છે કે, કલેકશનમાં હવે સ્થિરતા આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL