જૂનમાં પેસેન્જર વ્હિકલ્સની વેચાણવૃધ્ધિ દાયકાની ટોચે

July 11, 2018 at 11:33 am


પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં જૂન મહિનામાં લગભગ 10 વર્ષની સૌથી ઝડપી માસિક વૃધ્ધિ નોંધાઈ છે. ગયા વર્ષના નીચા બેઝને કારણે પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 37.54 ટકા વધીને 2,73,759 યુનિટસ થયું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,99,036 યુનિટસ હતું. અગાઉ ડિસેમ્બર 2009માં પેસેન્જર વ્હિકલ્સ (પીવી)માં 50 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)ના આંકડા મુજબ સ્થાનિક બજારમાં કારનું વેચાણ 34.21 ટકા વધીને 1,83,885 યુનિટસ થયું છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,37,012 યુનિટસ હતું. એસઆઈએએમના ડિરેકટર જનરલ વિષ્ણુ માથુરે જણાવ્યું હતું કે જીએસટીના અમલને કારણે લોકોએ ગયા વર્ષે સમાન ગાળામાં ખરીદી ટાળવાનું પસંદ કર્યુ હતું. તેમને ભાવમાં ઘટાડો થવાનો અંદાજ હતો. એટલે ચાલુ વર્ષની વૃધ્ધિ ગયા વર્ષના નીચા બેઝનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુટિલિટિ વ્હિકલ્સ, કાર અને વાનના વેચાણમાં અનુક્રમે 47.11 ટકા, 34.21 ટકા અને 35.64 ટકા વધારો નોંધાયો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટર (એપ્રીલ-જૂન)માં પીવીનું વેચાણ 19.91 ટકા વધીને 8,73,501 યુનિટસ થયું છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 7,28,483 યુનિટસ હતું. જૂનમાં માર્કેટ લીડર માતિ સુઝુકીએ 44.4 ટકાની વૃધ્ધિ સાથે સ્થાનિક બજારમાં 1,34,036 પેસેન્જર વ્હિકલ્સ વેચ્યા છે.

print

Comments

comments

VOTING POLL