જૂનાગઢમાં પેન્શન વધારા મુદ્દે અનશન આંદોલન: એક ઉપવાસીની તબિયત લથડી

November 14, 2017 at 12:00 pm


જૂનાગઢમાં નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લઘુત્તમ પેન્શન દર મુજબ પેન્શન ચૂકવવાની લાંબા સમયની માગણીઓનો સ્વીકાર થતાં ગઈકાલથી જૂનાગઢ કલેકટર કચેરી સામે એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓએ આમરણાંત ઉપવાસ શ કયર્.િ આજે બીજા દિવસે પણ તેઓ ઉપવાસ પર બેસી પોતાની માગણી રજૂ કરી હતી.
એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓની આજીવિકા પ્રશ્ર્ને ગઈકાલથી જ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત એસ.ટી.ના કર્મચારી મંડળ વતી મધૂર સોશ્યલ ગ્રુપ્ના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી, ઉપપ્રમુખ રાજેશ શ્રીવાસ્તવ, મહામંત્રી મહેશ સાશીયા, મંત્રી ઈમરાન મચ્છર તથા એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓ પેન્શન વધારાની માગ સાથે ઉપવાસ પર બેસી ગયા હતા જેમાં એક ઉપવાસી નાથાભાઈ પરમાર (ઉ.વ.61)ની તબિયત આજે લથડતાં સારવારમાં ખસેડાયા હતા.

print

Comments

comments

VOTING POLL