જૂનાગઢમાં બાઈકચાલકે ઠોકરે લેતાં માતા-પિતાની નજર સામે તરૂણીનું મોત

August 29, 2018 at 12:04 pm


જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી તરૂણી માતા-પિતા સાથે રેકડીમાં ભંગારની ફેરી કરવા જતી હતી ત્યારે બાઈકચાલકે રેકડીને ઠોકર મારતા તરૂણી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ સારવાર જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે ચાલું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

જૂનાગઢના દોલતપરા 66 કેવી શેરીમાં રહેતી કોમલ હકાભાઈ સોલંકી ઉ.વ.5 દેવીપૂજક ગઈકાલે સવારે 10 વાગે માતા-પિતા સાથે ભંગારની ફેરી કરતા હતા ત્યારે જોષીપુરા વિસ્તારમાં એક બાઈકચાલકે રેકડીને ઠોકર મારતા કોમલ રેકડીમાંથી નીચે પટકાતા માથાના ભાગે ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે તેનું ચાલું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હકાભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી.

print

Comments

comments

VOTING POLL