જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના આગમનની ગણાતી ઘડીઆે

August 23, 2018 at 12:07 pm


હેલિપેડ ખાતે અને કાળવા ચોકથી પીટીએસ ગ્રાઉન્ડ સુધી કમાન્ડો સહિત પોલીસનો ચૂસ્ત બંદોબસ્તઃ મુખ્યમંત્રી રૂપાણી સહિતના મંત્રીઆે, સાંસદોની હાજરીમાં જાહેરસભાઃ સિવિલ હોસ્પિટલ, કૃષિ યુનિવસિર્ટી, મિલ્ક પ્લાન્ટ સહિત કરોડોના વિકાસ કામોનું રિમોટ કંટ્રાેલથી લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બપોરથી જૂનાગઢ ખાતે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ત્રણ અલગ અલગ લોકસુવિધાના થનારા લોકાર્પણમાં પીટીસી ગ્રાઉન્ડમાંથી જૂનાગઢમાં નિમાર્ણ પામેલ રૂા.250 કરોડના ખર્ચે 8 માળની અÛતન જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ તથા કૃષિ યુનિવસિર્ટીનું ગલ્ર્સ હોસ્ટેલ તેમજ નવા સોરઠ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ખોખરડા ખાતેના 60 કરોડના મિલ્ક પ્રાેસેસિંગ પ્લાન્ટનું પીએમના હસ્તે રિમોટ કંટ્રાેલથી લોકાર્પણ થનાર છે.

જૂનાગઢ ખાતે બપોરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બીલખા રોડ પીટીએસ ગ્રાઉન્ડ પાસે હેલિપેડ ખાતે ઉતરાણ બાદ તુરત જ ગ્રાઉન્ડમાં સભાસ્થળ ખાતે પહાેંચશે જયાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે તેમજ રિમોટ કંટ્રાેલ દ્વારા નવા સિવિલ હોસ્પિટલ સંકૂલનું ઉદ્ઘાટન આ ઉપરાંત 3.68 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવેલ શામળદાસ ગાંધી ટાઉનહોલ, 4.16 કરોડના ખર્ચે બંધાયેલા સાબલપુર બ્રિજનું લોકાર્પણ, ભકત કવિ નરસિંહ મહેતા સરોવર મધ્યે 60 કરોડના ખર્ચે થનારું બ્યુટિફિકેશન, 20.70 કરોડના ખર્ચે થનારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કૃષિ યુનિવસિર્ટી સંલગ્ન ગીર સોમનાથ ફિશરીઝ કોલેજનું 14.60 કરોડના બંધાનાર ભવનનું તેમજ 4.97 કરોડના ખર્ચે સરસ્વતી ગલ્ર્સ હોસ્ટેલ સહિતના કામોના લોકાર્પણ ઉપરાંત 5.52 કરોડના ખર્ચે કૃષિ યુનિવસિર્ટી ખાતે પોલી ટેકનીક એગ્રાે પ્રાેસેસિંગ બિલ્ડિંગ વગેરેનું પણ લોકાર્પણ થનાર છે.

print

Comments

comments

VOTING POLL